ગીર સોમનાથના એસ.એલ.આર.કચેરીના સિનીયર સર્વેયર રાવત સિસોદિયા 1 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગહાથ ઝડપાયો છે. ગીર સોમનાથના એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ગઢવીએ રાવતને કલેક્ટર કચેરીમાં આવેલ એસએલઆર ઓફિસમાં લાંચ લેતા ઝડપી લીધો હતો.
શું કામ લાંચ માંગી?
આ કામે હકિકત એવી છે કે, ગીર સોમનાથ જિલ્લાની એસ.એલ.આર. કચેરીમાં ફરિયાદીએ પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે પ્રમોલગેશનની અરજી આપી હતી. જે અરજી મંજૂર કરવાની કાર્યવાહી કરવાના આક્ષેપિતે અરજદાર પાસેથી ૧,૫૦,૦૦૦ રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. આ બાબતે રકઝકના અંતે આક્ષેપિતે ૧,૩૦,૦૦૦ રૂપિયામાં કામ કરી આપવાનું નક્કી કરેલ જે પૈકી રૂ.૧,૦૦,૦૦૦ આજરોજ ફરિયાદી પાસે મંગાવેલ અને બાકીના રૂ.૩૦,૦૦૦ પછીથી આપવાનું કહેલ.
ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો
આમ, ફરીયાદ લાંચની રકમ આપવા માગતાં ન હોય ફરીયાદએ ગીર સોમનાથ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં આજ રોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા એસએલઆરકચેરી ઈણાજ ખાતે આરોપી સ્થળ પર પકડાઇ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત હાઈકોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ન્યાયિક અધિકારીઓની બદલી અને નિમણૂકોનો આદેશ
June 12, 2025 12:07 AMગુજરાત હાઇકોર્ટ દ્વારા સિનિયર સિવિલ જજ કેડરના ન્યાયિક અધિકારીઓની બદલી અને નિમણૂકોનો આદેશ
June 12, 2025 12:03 AMગુજરાત હાઇકોર્ટ દ્વારા ન્યાયિક અધિકારીઓની બદલી અને નિમણૂકો
June 12, 2025 12:01 AMરાજા હત્યા કેસ: સોનમ સહિત 5 આરોપીઓને 8 દિવસના રિમાન્ડ મંજૂર
June 11, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech