અજાણી સ્ત્રીએ પાપ છુપાવવા બાળકને તરછોડી દીધુ : 108 દ્વારા નવજાતને સારવારમાં ખસેડયું
હાપા રેલ્વે કોલોનીના જુના કવાર્ટર, કુંડી પાસે ગઇકાલે બપોરે એક નવજાત શિશુ મળી આવતા દોડધામ મચી ગઇ હતી, આજુબાજુના લોકોએ 108 અને પોલીસને જાણ કરી હતી, આથી તાકીદે ટીમ દોડી આવી નવજાતનો કબ્જો લઇ સારવાર અર્થે જી.જી. હોસ્પીટલ મોકલી આપ્યુ હતું, બીજી બાજુ તરછોડી દેનાર અજાણી સ્ત્રી સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે, આ બનાવે ભારે અરેરાટી સાથે ચકચાર જગાવી છે.
હાપાના રેલ્વે કોલોની, જુના કવાર્ટર, ગરબીચોકની બાજુમાં આવેલ સેફટીની કુંડી પાસેથી તરછોડી દીધેલ તાજા જન્મેલ એક જીવીત બાળક મળી આવતા અને આ અંગેની જાણ થતા આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી, ઉપરાંત 108ની ટીમ દ્વારા બાળકને સારવાર અર્થે જી.જી. હોસ્પીટલ ખસેડવામાં આવ્યુ હતું, પોલીસ દ્વારા આ મામલે પ્રાથમિક તપાસ કરી હતી.
દરમ્યાન હાપા યોગેશ્ર્વરધામમાં રહેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા પંચ-એમાં કોઇ અજાણી સ્ત્રી સામે ફરીયાદ કરી હતી કે, અજાણી સ્ત્રીએ પોતાના તાજા જન્મેલા જીવીત બાળકને કોઇપણ કારણસર હાપા રેલ્વે કોલોની જુના કવાર્ટર પાસે મુકી તરછોડી દઇ ગુનો કર્યો છે, ફરીયાદના આધારે પ્રો. પીએસઆઇ પરમાર તપાસ ચલાવી રહયા છે. આજુબાજુના લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી છે. બનાવે આ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech