રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્રારા બાકી મિલકત વેરો વસૂલવા માટે આજે શહેરની દાણાપીઠ બજારમાં ચાર દુકાનો સીલ કરવામાં આવી હતી આ સહિત સમગ્ર શહેરમાં કુલ ૧૮ મિલકતો સીલ કરાઈ હતી. યારે ૧૫૦ ફટ રીંગ રોડ ઉપર આવેલા આર.કે. વલ્ર્ડ ટાવરમાં ઝુડીઓના બે યુનિટના મિલકત વેરા પેટે .૩.૫૭ લાખની રિકવરી થઇ હતી.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે આજે સવારથી બપોરે રિશેષ સુધીમાં થયેલી કામગીરીમાં વોર્ડ નં–૧માં ૧૫૦ ફટ રીંગ રોડ પર આવેલ આર.કે.વલ્ર્ડ ટાવરમાં ઝૂડીઓના ૨–યુનિટની નોટીસ સામે રીકવરી .૩.૫૭ લાખ, આર.કે.વલ્ર્ડ ટાવર૧–યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૫૨,૦૦૦, વોર્ડ નં–૩માં ભીડભંજન શેરીમાં નં–૬ માં ૧–યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૧.૫૬ લાખ, કૃષ્ણ સિનેમા રોડ પર આવેલ ૧–યુનિટને સીલ, દાણાપીઠ ચોકમાં આવેલ ૧–યુનિના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૧.૦૮ લાખ, લોહાણાપરામાં આવેલ ૧–યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૧.૩૫ લાખ, લોહાણાપરામાં જયતં બ્રધર્સને સીલ, દાણાપીઠમાં આવેલ ૧–યુનિટને સીલ, દાણાપીઠમાં આવેલ પધ્મનાભ ચેમ્બર્સના ૧–યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકાવરી .૮૬,૨૦૦નો ચેક આપ્યો હતો. ઉપરોકત કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજરશ્રી વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજરશ્રી મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજરશ્રી નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કરના માર્ગદર્શન હેઠળ વોર્ડ સ્ટાફ દ્રારા કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech