ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી દબાણોનો મુદ્દો ગરમાયો છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યો દ્વારા ઇસ્કોન ક્લબ પાછળની જગ્યાની માપણીના મુદ્દે રોષભેર તંત્ર વાહકોને આડે હાથ લીધા હતા અને તે જમીનની માપણી કરાવવા સુચના આપી હતી. અને કુંભારવાડા એસટીપી ના ટેન્ડરમાં બદલાવેલ ટેકનોલોજીની હકીકત જાહેર કરવાનું કાર્ય પરત કર્યું હતું.
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં સરકાર માંથી પ્રાપ્ત થયેલ ગ્રાન્ડ પૈકી ૧૭. ૩૭ કરોડના પેવિંગ બ્લોક, પેવર રોડ અને આરસીસી સહિતના રોડના કામ મળી કુલ ૧૮. ૮૨ કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. તદુપરાંત કમિટીમાં સભ્યો દ્વારા ઇસ્કોન ક્લબ પાછળની જગ્યાની માપણી બાબતે ચર્ચા કરી હતી.
જોકે તેમાં ડી.એલ.આર. ટિપ્પણ ન મળ્યું હોવાનું પણ બહાર આવ્યું હતું જેથી ડી.એલ.આર. માંથી ટિપ્પણ મગાવી જમીનની માપણી કરાવવા અધિકારીઓને સૂચના આપી હતી. તદુપરાંત કુંભારવાડા ૩૦ એમએલડી એસટીપી નું નવા ૪૫ એમએલડી એસટીપી માં અપગ્રેડેશન કરવાના કામ માટે ઓનલાઈન ટેન્ડર કરેલ છે જેમાં એસ.બી.આર. ટેકનોલોજીના બદલે ઓપન ટેકનોલોજી કરેલ છે તેની કમિશનર દ્વારા હકીકત જાહેર કરવાનું કાર્ય પરત કરવામાં આવ્યું હતું. તેમજ અધ્યક્ષ સ્થાનેથી આઉટસોર્સની હાલમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ છે અને તે કામની મુદત પૂર્ણ થઈ છે ત્યારે વધુમાં વધુ ત્રણ મહિના સુધી અથવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી હાલમાં ચાલુ કામ યથાવત રાખવા ઠરાવ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech