રાજકોટમાં સ્ટેટ જીએસટીએ રમકડાની પેઢી પર ઓપરેશન હાથ ધર્યું છે. યાજ્ઞીક રોડ પર આવેલા સીમંધર ટોયઝ નામની દુકાનમાં સ્ટેટ જીએસટીએ દરોડા પાડ્યા છે. તેમજ દુકાન સીલ કરવાની કાર્યવાહી કરી છે.
મોટી કરચોરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી
યાજ્ઞિક રોડ, સાધુવાસવાણી રોડ ભક્તિનગર સર્કલ, સહિતના સ્થળોએ શોરૂમ અને ગોડાઉન મળી કુલ છ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. રમકડાના વેપારી દ્વારા મોટી કરચોરી કરવામાં આવતી હોવાની બાતમી મળતા સ્ટેટ જીએસટીની ટીમે દરોડા પાડ્યા છે. હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવી છે.
ત્રણ દિવસ પહેલા સેન્ટ્રલ જીએસટીએ 200 કરોડથી વધુની કરચોરી પકડી હતી
ત્રણ દિવસ પહેલા સેન્ટ્રલ જીએસટીએ અમદાવાદ, જામનગર અને રાજકોટમાં 25 સ્થળોએ દરોડા પાડીને રૂપિયા 200 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડી હતી. સેન્ટ્રલ જીએસટી વિભાગે અમદાવાદમાં સ્ક્રેપ ડીલર ઉપર, જામનગર અને રાજકોટમાં ઓઇલ વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન હાથ લાગેલા દસ્તાવેજોના આધારે ટેક્સચોરીનો આંકડો 200 કરોડથી પાર પહોંચ્યો હતો.
બોગસ પરચેસ બિલ અને સેલ્સ ડોક્યુમેન્ટ સહિત ડિજિટલ ડીવાઈસ સહિતનું સાહિત્ય જપ્ત કરાયું હતું. બેઝ ઓઇલ ઇમ્પોર્ટને લઈને તપાસમાં મોટું ટેકસ ફ્રોડ બહાર આવે તેવી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech