ધોરાજી પંથકમાં માનવતાને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતી 15 વર્ષની સગીરા પર પાલક પિતાએ દુષ્કર્મ આચરી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાને પેટમાં દુ:ખાવો થતાં નિદાન માટે હોસ્પિટલ લઈ જતા તેણીને બે માસનો ગર્ભ હોવાનું માલુમ પડતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. બાદમાં આ બાબતે દીકરીને તેની માતાએ પૂછતા પાલક પિતાએ જ કુકર્મ આચર્યાનું માલુમ પડ્યું હતું. આ અંગે સગીરાના મામાની ફરિયાદ પરથી પાટણવાવ પોલીસે આરોપી સામે દુષ્કર્મ-પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ બનાવને લઈ સમગ્ર પંથકમાં સગીર પુત્રી પર દુષ્કર્મ આચરનાર પાલક પિતા પ્રત્યે ફિટકારી લાગણી વરસી જવા પામી છે.
પીડિતા ધો. 10માં અભ્યાસ કરે છે
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી પંથકના ગામમાં રહેતી ધોરણ 10 માં અભ્યાસ કરનાર 15 વર્ષ 11 મહિનાની સગીરા પર તેના પાલક પિતાએ દુષ્કર્મ આચર્યા અંગે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં સગીરાના મામાએ ફરિયાદ નોંધાવી છે.
પેટમાં દુખાવો ઉપડતા સગીરાને હોસ્પિટલ લઈ જવાઈ
ફરિયાદને ટાંકી પોલીસે આપેલી વિગતો મુજબ, ધોરણ 10 માં અભ્યાસ કરનાર સગીરા અહીં માતા અને પાલક પિતા સાથે રહે છે. તેણીને પેટમાં દુ:ખાવો ઉપડતા તેને નિદાન માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. દરમિયાન તેણીને બે માસનો ગર્ભ હોવાનું તબીબે જણાવતા સગીરાની માતા ચોંકી ઉઠી હતી. બાદમાં આ બાબતે દીકરીને પૂછતા તેણે આપવીતી જણાવી હતી કે, પાલક પિતાએ તેની સાથે માતાની ગેરહાજરીમાં વારંવાર શરીર સંબંધ બાંધ્યો હોવાનું જણાવતા સગીરાની માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં આ બાબતે પરિવારજનો સાથે વાત કરી આ બનાવ અંગે સગીરાના મામાએ આ ફરિયાદ નોંધાવી છે.
પિતા વિરુદ્ધ પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો
પાટણવાવ પોલીસે આ અંગે આરોપી એવા સગીરાના પાલક પિતા વિરુદ્ધ પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સાવકી પુત્રી પર દુષ્કર્મ આચરી તેને બે માસનો ગર્ભ રાખી દેનાર પાલક પિતા પ્રત્યે ફિટકારની લાગણી વરસી જવા પામી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech