જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આજે સંપન્ન થયા બાદ વોર્ડ નંબર–૮માં મતગણતરીનું પરિણામ આવ્યા બાદ ઢાલ રોડ અને આસપાસના વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. સામસામે બઘડાટીના પણ બનાવ બન્યા હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળે પડો હતો.
આજે યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે રસાકસી ભર્યા જગં બાદ કોંગ્રેસે મેદાન મારતા કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઢાલ રોડ સહિતના આસપાસના વિસ્તારમાં મામલો બિચકયો હતો. સામસામે મારામારી પણ થઈ હતી. બનાવની જાણ થતા એ ડિવિઝન પી.આઈ. કોળી, ડી.વાય.એસ.પી. હિતેશ ધાંધલીયા તથા આસપાસના વિસ્તારોમાંથી પણ ટીમ બંદોબસ્ત માટે રાખવામાં આવી છે.
આ લખાઈ રહ્યું છે સામ સામે બગાડી પોરબંદર એસપી બંદોબસ્ત માટે પહોંચી ગયા છે આ ઉપરાંત ઢાલ રોડ, ચીતાખાના, કોર્ટ રોડ સહિતના વિસ્તાર માં દુકાનો બધં રહી છે અને ચુસ્ત બંદોબસ્ત રખાઈ ગયો છે.
આ લખાઈ રહ્યું છે ત્યારે મામલો થાળે પડો છે પરંતુ આ વિસ્તારમાં રહેલી દુકાનો ટપોટપ બધં થવા લાગી હતી. મહાનગરપાલિકાની ચૂંટણી બાદ વોર્ડ નંબર આઠમાં ચૂંટણી જગં રમખાણમાં પરિણમ્યો હતો. સામસામે મારામારીમાં એક કે બે કાર્યકરને ઈજા પણ થઈ હોવાની અહેવાલ મળી રહ્યા છે પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યારે સ્થિતિ થાડે પડી ગઈ છે અને પોલીસ બંદોબસ્ત માટે જોવા મળી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech