રાષ્ટ્રીય હવામાન સેવાએ ગુરુવારે અમેરિકાના દક્ષિણ અને મધ્ય-પશ્ચિમમાં પૂરની ચેતવણી આપી છે. ટેક્સાસથી મિશિગન સુધી દેશના મોટા ભાગમાં પહેલાથી જ તોફાને તબાહી મચાવી છે. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. તોફાનથી ઘણા ઘરો અને ધંધા તબાહ થઈ ગયા છે અને લાખો ઘરોની વીજળી ગુલ થઈ ગઈ છે.
અમેરિકાના દક્ષિણ અને મધ્ય પશ્ચિમ વિસ્તારના ઘણા વિસ્તારોમાં ભીષણ તોફાનના કારણે ઘણા ઘરોના છાપરા ઉડી ગયા છે, વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે લાખો ઘરોની વીજળી ગુલ થઈ ગઈ છે. એક વ્યક્તિના મોત અને કેટલાક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
ઇલિનોઇસ, અરકાનસાસ, ઇન્ડિયાના, મિઝોરી અને મિસિસિપીના કેટલાક ભાગોમાં બુધવારે સાંજે ભીષણ તોફાન અને વંટોળિયાને લઈને ડઝનેક ચેતવણીઓ જારી કરવામાં આવી હતી. જ્યારે ઉત્તર-પૂર્વ અરકાનસાસમાં તોફાનના કારણે થોડા સમય માટે કટોકટી જાહેર કરવામાં આવી હતી.
પૂરનો પણ ખતરો
ઇલિનોઇસ, અરકાનસાસ, મિઝોરી, મિસિસિપી અને ટેનેસીમાં 90 હજારથી વધુ ઘરોની વીજળી ગુલ થઈ ગઈ છે. જ્યારે ઇન્ડિયાનામાં પણ બુધવારે રાત્રે 182,000 ઘરોમાં વીજળી નહોતી. આગામી દિવસોમાં દક્ષિણ અને મધ્ય પશ્ચિમમાં પૂરનો ખતરો પણ વ્યક્ત કરવામાં આવ્યો છે, કારણ કે પૂર્વ તરફ આગળ વધી રહેલું તોફાન વિકરાળ બની રહ્યું છે.
રાષ્ટ્રીય હવામાન સેવાએ કહ્યું કે શનિવાર સુધી પૂરનો ખતરો રહેશે. આગામી ચાર દિવસમાં 30 સેન્ટિમીટરથી વધુ વરસાદની સંભાવના છે. તોફાનની આગાહી કેન્દ્ર અનુસાર, ટેક્સાસથી મિનેસોટા અને મેઈન સુધી દેશના મોટા ભાગમાં રહેતા લગભગ નવ કરોડ લોકોને ખરાબ હવામાનનો સામનો કરવો પડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech