ઉપલેટા પંથકમાં ખનીજ ચોરો કોઇપણ પ્રકારની તકનો લાભ લઇ બીન કાયદેસર રીતે સાદી રેતીની હેરાફેરી કરી રહ્યા છે તેવી બાતમીને આધારે લાઠ, ભીમોરા, હાડફોડી વિસ્તારમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી ૪ ટ્રક સાથે ૪૪.૮૦ લાખનો મુદ્દામાલ સીઝ કરી ઉપલેટા પાટણવાવ પોલીસને સોંપી આપ્યો હતો.
શહેરમાં છેલ્લ ા પાંચ દિવસ થયા શહેરમાં મારામારીની ઘટનામાં શાંતિ ડહોળાતા વહીવટી તત્રં તેમાં કામે લાગ્યું હતું. આવી તકનો લાભ લઇ ગેરકાયદેસર રીતે રેતી વહન કરતા ખનીજ ચોરો બેફામ બન્યા હતાં. મામલતદાર નિખિલ મહેતાને મળેલી ચોકકસ બાતમીને આધારે સાંજે ૬ વાગ્યે પાટણવાવના સમઢીયાળા ગામ પાસે એક ટ્રકને રોકી તપાસ કરતા તેમાં ૧૫ ટન રેતી પાસ પરમીટ વગર ભરેલ ટ્રક મળી કુલ ૯ લાખ ૭૫ હજારનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જયરે બીજા બનાવમાં સમઢીયાળા–ભિમોરા રોડ ઉપર તલંગણા ગામ પાસેથી રોયલ્ટી વગર ટ્રક નિકળતા તેને અટકાવી તપાસ કરતા તેમાં ૧૫ ટન રેતી અને ટ્રક મળી કુલ ૧૩ લાખ ૭૫ હજારનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જયારે ત્રીજા બનાવમાં તે જ સ્થળેથી પસાર થતાં રોયલ્ટી વગરના ટ્રકમાં ૧૩ ટન રેતી ટ્રક મળી કુલ ૧૧ લાખ ૬૫ હજારનો મુદ્દામાલ ઝડપી પાટણવાવ પોલીસને ૩ ટ્રક મળી ૪૩ ટન રેતી સોંપી આપ્યા હતાં. ચોથા બનાવમાં હાડફોડી ગામ પાસે ભાદરના પુલ પાસે એક ટ્રક અટકાવી તપાસ કરતા તેમાં રોયલ્ટી નહીં હોવાનું જણાતા સાદી રેતી ૧૩ ટન ૧ ટ્રક મળી કુલ ૯ લાખ ૭૫ હજારનો મુદ્દામાલ ઉપલેટા પોલીસને સોંપી આપ્યો હતો.
મામલતદાર નિખિલ મહેતાએ સાંજે ૬થી ૮ વચ્ચે બે કલાકમાં ગેરકાયદેસર રેતીનું વહન કરતા ખનીજ ચોરો ઉપર સર્જીકલ સ્ટ્રાઇક કરતા ૪ ટ્રક અને ૫૬ ટન રેતી મળી કુલ ૪૪ લાખ ૮૦ હજારનો મુદ્દામાલ ઝડપી લેતાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર રેતીનું વહન કરતા શખસોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech