ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી યાદી બુધવારે જાહેર કરવામાં આવી હતી. જેમાં વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા, બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ, માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા, કુસ્તીબાજ સાક્ષી મલિક અને અભિનેતા-નિર્દેશક દેવ પટેલ અને અન્ય ઘણા ભારતીયો સામેલ છે.
ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી યાદી બુધવારે જાહેર કરવામાં આવી હતી. જેમાં વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા, બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ, માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા, કુસ્તીબાજ સાક્ષી મલિક અને અભિનેતા-નિર્દેશક દેવ પટેલ અને અન્ય ઘણા ભારતીયો સામેલ છે. નિર્દેશક અને નિર્માતા ટોમ હાર્પરે આલિયા ભટ્ટ વિશે લખ્યું છે કે તે એક અદભૂત પ્રતિભા છે. તે વિશ્વની અગ્રણી અભિનેત્રીઓમાંની એક છે.
ટાઈમની 2024ની યાદીમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી લોન પ્રોગ્રામ ઓફિસના ડાયરેક્ટર જીગર શાહ, યેલ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રના પ્રોફેસર પ્રિયમવદા નટરાજન, ભારતીય મૂળની રેસ્ટોરન્ટની માલિક અસ્મા ખાન તેમજ રશિયન વિપક્ષી નેતા એલેક્સી નવલનીની પત્ની યુલિયા નવલનાયાનો સમાવેશ થાય છે.
અમેરિકાના નાણામંત્રીએ શું કહ્યું?
અમેરિકી નાણા મંત્રી જેનેટ યેલેને અજય બંગા વિશે લખ્યું છે કે ગયા જૂનમાં વિશ્વ બેંકના પ્રમુખ બન્યા બાદથી અજય બંગાએ ગરીબી મુક્ત વિશ્વ બનાવવા માટે એક નવું વિઝન રજૂ કર્યું અને તેની સાથે હિંમતભેર આગળ વધ્યા.
નિર્દેશક અને નિર્માતા ટોમ હાર્પરે આલિયા ભટ્ટ વિશે લખ્યું છે, તે એક અદ્ભુત પ્રતિભા છે. તે વિશ્વની અગ્રણી અભિનેત્રીઓમાંની એક છે. જ્યારે એક કલાકાર તરીકે તે અત્યંત પ્રતિભાશાળી છે, એક વ્યક્તિ તરીકે તે સર્જનાત્મકતા લાવે છે જે તેને ખરેખર આંતરરાષ્ટ્રીય સ્ટાર બનાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech