તાપસી પન્નુના લગ્ન લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે અને હાલ સોશિયલ મીડિયા પર સંગીત નાઈટનો વિડીયો વાયરલ થયો છે જેમાં અભિનેત્રી પતિ સાથે રોમેન્ટિક ડાન્સ કરતી દેખાઈ રહી છે.બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ આજકાલ પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા અભિનેત્રીએ બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે લગ્ન કરી લીધા હતા અને હાલમાં જ તેની સંગીત નાઈટના બે વીડિયો વાયરલ થયા છે.
જાણીતું છે કે થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે તાપસી પન્નુએ તેના બોયફ્રેન્ડ સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. આ લગ્ન 23 માર્ચે શીખ અને ક્રિશ્ચિયન રિવાજો મુજબ થયા હતા, જેના વીડિયો અને તસવીરો હવે સામે આવી રહી છે.
અહેવાલો અનુસાર, ડિંકીની અભિનેત્રી તાપસી પન્નીએ તાજેતરમાં ભૂતપૂર્વ ઓલિમ્પિક ચંદ્રક વિજેતા અને ડેનિશ બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો સાથે લગ્ન કર્યા છે. જો કે, આ દંપતીએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી કે ચાહકો સાથે લગ્નના કોઈ ફોટા શેર કર્યા નથી. દરમિયાન, ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જે તાપસી પન્નુના લગ્નનો હોવાનું કહેવાય છે. આ વિડિયોમાં, તાપસી બન્નુ પતિ મેથિયાસ બો સાથે બ્રુનો માર્સના ગીત જસ્ટ ધ વે યુ આર પર ડાન્સ કરતા જોઈ શકાય છે. આ દરમિયાન વરરાજા પિંક ટક્સીડોમાં જોવા મળે છે. જ્યારે તાપસી તેમની સાથે મેચ કરતી વખતે ખૂબ જ સુંદર લાગી રહી છે.આ સિવાય એક અન્ય વીડિયો વાયરલ થયો છે, જેમાં ડિંકી એક્ટ્રેસ બહેન શગુન પન્નુ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ બંનેને દિલ તો પાગલ હૈના આઇકોનિક ગીત દિલ લે ગયી પર જબરદસ્ત પરફોર્મન્સ આપતા જોઈ શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech