આગામી તા.૨૩ એપ્રિલના રોજ જોડીયા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જામનગર તા.૧ એપ્રિલ, 'સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ 'તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' દર માસે યોજવાનું સૂચન કર્યું છે.
જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા જોડિયા તાલુકામાં 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' આગામી તા.૨૩-૦૪-૨૦૨૫ (બુધવાર)ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટશ્રી, જોડીયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી જોડિયા ખાતે યોજવામાં આવશે.તેથી આગામી તા.૧૧-૦૪-૨૦૨૫ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, જોડીયાને મોકલી દેવાની રહેશે.
તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલાં કોઈપણ અરજદારે ગ્રામ્યકક્ષાના પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી અથવા ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ.તાલુકાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ.આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો ગામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ. કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો નહીં કરી શકે. તેમ મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટશ્રી, જોડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
++++
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech