સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાયભરમાં ગઈકાલથી એકાએક ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો એક જ દિવસમાં વધારો થવાના કારણે કાળઝાળ ગરમી અને લુ ફકાવાનું શ થયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં હજુ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે અને અનેક જગ્યાએ હિટ વેવ કન્ડિશન સર્જાવાની પણ શકયતા છે.
ગઈકાલે સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન ભુજમાં ૪૧.૭ ડીગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં ૪૧. ૪ નલિયામાં ૪૦ રાજકોટમાં ૪૧ ડીસામાં ૪૧.૧ અમદાવાદમાં ૪૦ ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.રાજયના અન્ય વિસ્તારોને સરખામણીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૮ થી ૧૦ ડિગ્રી જેટલું ઓછું છે. પરંતુ અહીં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે હવા ગરમ બની જતી હોવાથી લોકો બેચેની અને અકળામણનો વધુ સામનો કરે છે.
દ્રારકામાં ગઈકાલે મહત્તમ તાપમાન ૨૯.૪ દીવમાં ૩૦.૬ ઓખામાં ૩૧.૪ પોરબંદરમાં ૩૫ સુરતમાં ૩૭ અને વેરાવળમાં ૩૧.૩ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આ તમામ શહેરોમાં આજે સવારે વાતાવરણમાં ભેજના પ્રમાણેની વાત કરીએ તો દીવમાં ૭૮ દ્રારકા અને ઓખામાં ૮૪ પોરબંદરમાં ૮૭ સુરતમાં ૭૯ અને વેરાવળમાં ૮૯% ભેજ નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech