ગુજરાતમાં અત્યારે રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર ભુજ કંડલા વડોદરા ગાંધીનગર ડીસા અમદાવાદ સહિત અને શહેરોમાં મહત્તમ તાપમાન નો પારો 40 થી 42.7 ડિગ્રી છે. આજે અને આવતીકાલે તેમાં મામૂલી ફેરફાર થશે પરંતુ સોમવારથી ગરમીના પ્રમાણમાં વધારો થશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સોમવારથી પાંચ દિવસ માટે ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થશે અને તેના કારણે અનેક જગ્યાએ 45 ડિગ્રી કે તેનાથી વધુ તાપમાન થઈ જશે. ગુજરાત ઉપરાંત પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને રાજસ્થાનમાં પણ મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી સુધી વધારાની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. રાજસ્થાનમાં તો રાત્રિનું તાપમાન પણ ઊંચું રહેશે તેવી ચેતવણી હવામાન વિભાગે આપી છે.
ગુજરાત બિહાર ઝારખંડ તામિલનાડુ પુડીચેરી કેરલા આંધ્ર પ્રદેશમાં તારીખ 27 થી આગામી તારીખ 1 મે સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાનું એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને પૂર્વના અનેક રાજ્યો ઉપરાંત મધ્ય ભારતમાં ગરમીના પ્રમાણમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.
ગુજરાતની વાત કરીએ તો શુક્રવારે ભુજમાં 42.7 કંડલા એરપોર્ટ પર 40.6 અમરેલીમાં 41.9 રાજકોટમાં 42.2 સુરેન્દ્રનગરમાં 42.1 અમદાવાદમાં 42.1 ડીસામાં 40.8 ગાંધીનગરમાં 41.6 અને વડોદરામાં 40.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે અને આવતીકાલે બે દિવસ મહત્તમ તાપમાનમાં ખાસ વધઘટ થવાની શક્યતા નથી. પરંતુ સોમવારથી મહત્તમ તાપમાનનો પારો પાંચ ડિગ્રી સુધી ઉંચે ચડવાની ચેતવણી હવામાન વિભાગે આપી છે. આ પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના અમુક શહેરોમાં હીટ વેવ માટેનું એલર્ટ પણ આગામી દિવસોમાં જાહેર થાય તેવું જણાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech