શહેરના રૂવાપરી રોડ પર ખેડૂતવાસ વિસ્તારમાં આવેલા સરકારી પ્લોટમાં વર્ષોથી થયેલા ગેરકાયદેસર દબાણો અંગે થયેલી રજુઆત બાદ બદલી પામેલ કમિશ્નરની સીધી સૂચનાથી મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમે ખેડૂતવાસ વિસ્તારમાં સરકારની માલિકીના ૧૬૦૦વારના પ્લોટ પર દબાણ રૂપી બાંધકામો પર બુલડોઝર ફેરવી કિંમતી પ્લોટને દબાણ મુક્ત કરવાની કાર્યવાહી હાથ છે. ઉલ્લેખનીય છે કે રૂવાપરી રોડ, ખેડૂતવાસમાં મહાપાલિકાની માલિકીના ૧૬૦૦ વાર ના પ્લોટમાં વર્ષોથી ગેરકાયદેસર દબાણો થયા હોય ભૂતકાળમાં મ્યુ. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ કેટલાક દબાણકર્તાઓએ કોર્ટનું શરણું લીધું હોય કોર્ટમાં કેસ ચાલુ હોય ૧૬૦૦વાર પૈકી ૧૦૦૦વાર જમીન દબાણ મુક્ત કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય સાંજ સુધીમાં પ્લોટ પરનું દબાણ દૂર કરી પ્લોટનો કબ્જો હસ્તગત કરાશે તેમ મ્યુ. સૂત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech