જો તમને દિલ્હીના છોલે ભટુરેનો ટેસ્ટ પંસદ છે, તો મુંબઈનું પ્રખ્યાત પાવભાજી એકવાર ટ્રાય કરો. પાવભાજી એક એવી રેસીપી છે જે દરેક ઉંમરના લોકો ખાવાનું પસંદ કરે છે. આ વાનગી શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. ચાલો જાણીએ મહારાષ્ટ્રની આ રેસીપી ઘરે કેવી રીતે બનાવવી?
પાવભાજી બનાવવા માટેની સામગ્રી
6 પાવ, 2-3 સમારેલી ડુંગળી, એક ટામેટા, 3-4 બાફેલા બટાકા, અડધી કોબીજ, એક કપ વટાણા, એક ચમચી લાલ મરચું પાવડર, ત્રણ ચમચી પાવ ભાજી મસાલો, અડધો કપ પ્યુરી, માખણ, ધાણાભાજી
પાવભાજી કેવી રીતે બનાવવી?
સ્ટેપ 1:
પાવભાજી બનાવવા માટે પહેલા 3-4 બટાકા, કોબી અને લીલા વટાણાને બાફી લો. હવે ગેસ ચાલુ કરો અને પેનને રાખો. 3 ચમચી તેલ ઉમેરો અને તેમાં બટાકા, કોબી અને વટાણા ઉમેરો. જ્યાં સુધી તેઓ સોનેરી ન થાય ત્યાં સુધી તેમને સારી રીતે ફ્રાય કરો. તે પછી તેને મેશરની મદદથી સારી રીતે મેશ કરો અને તેને એક વાસણમાં બહાર કાઢો.
સ્ટેપ 2:
હવે પેનમાં તેલ ઉમેરો અને ડુંગળી, 2 લીલા મરચાં, લસણ અને ટામેટાને સારી રીતે ફ્રાય કરો. હવે તેને ઠંડુ કરીને સારી રીતે પીસી લો. પીસ્યા પછી પેનમાં 2 ચમચી માખણ નાખો. હવે આ મસાલાને પેનમાં નાંખો અને સારી રીતે પકાવો. મસાલાને તેલ છૂટે ત્યાં સુધી પકાવો. હવે મસાલામાં બટેટા અને વટાણાનું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. લાલાશ માટે તમે આ મિશ્રણમાં બીટરૂટની પેસ્ટ પણ ઉમેરી શકો છો.
સ્ટેપ 3:
જ્યારે મસાલો સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે 3 ગ્લાસ પાણી ઉમેરો. હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર, ત્રણ ચમચી પાવભાજી મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી ભાજીને પકાવો. છેલ્લે ધાણાભાજી ગાર્નિશ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech