રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટીમ શહેરના રાજમાર્ગો ઉપર ત્રાટકી હતી અને કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ, સાધુ વાસવાણી માર્ગ, મવડી સ્પીડવેલ ચોક, રેસકોર્સ રિંગ રોડ, કોઠારીયા રોડ, સંત કબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ ઉપરથી 87 બોર્ડ-બેનર જપ્ત કયર્િ હતા જેમાં મંજૂરી વિના મુકાયેલા, મંજૂરી મેળવી હોય પણ મુદ્દત પૂર્ણ થઇ ગઇ હોય છતાં લટકતા હોય તેવા તેમજ મંજૂરી મેળવી હોય તેમ છતાં નિયમોનો ભંગ થાય તે રીતે અથવા તો તેવા સ્થળે લગાવ્યા હોય તેવા બોર્ડ બેનર જપ્ત કરવામાં આવ્યા હતા. ટ્રાફિક સર્કલ અને ટ્રાફિક ટ્રાએન્ગલ ઉપર બોર્ડ બેનર લગાવવાની મનાઇ હોવા છતાં ત્યાં આગળ બોર્ડ બેનર લગાવ્યા હોય તે પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
વિશેષમાં દબાણ હટાવ સ્ટાફએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ, મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી, જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર રૂપ 55 રેકડી-કેબીન જપ્ત કરવામાં આવી હતી.
કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા રોડ, જ્યોતિ નગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મવા મેઈન રોડ, આનંદ બંગલા ચોક, અટીકા, રવિરત્ન પાર્ક, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્પિટલ ચોકડી ઉપરથી જુદીજુદી અન્ય 297 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
જંક્શન રોડ, જ્યુબેલી, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્મિનગર નાલા પાસેથી 395 કિલો શાકભાજી-ફળ જપ્ત કરવામાં આવ્યા હતા.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પુષ્કરધામ મેઈન રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક પરથી રૂ.45,000નું મંડપ કમાન છાજલી ભાડુ વસુલાયુ હતું.
કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ 80ફુટ રોડ, અટીકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદ બંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂ.1,35,695નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech