ભાવનગર શહેર - જિલ્લામાં માવઠાની આગાહી વચ્ચે વરસાદે આજે બુધવારે બપોર સુધી વિરામ લેતા અને સૂર્યનારાયણ પ્રકાશિત રહેતા લોકોને હાશકારો થયો હતો.માવઠાનું વાતાવરણ વિખેરાતા શહેરના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.શહેરમાં વધતી જતી ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.મહત્તમ તાપમાન વધીને ૩૭.૪ ડિગ્રી નોંધાયુ હતુ. લઘુતમ તાપમાન વધીને ૨૭.૭ ડિગ્રી રહયું હતું.ભેજ ૭૪ ટકા, પવનની ઝડપ ૬ કિ.મી. રહી હતી.
દક્ષિણ- પશ્ચિમ રાજસ્થાનમાં ઊભા થયેલા ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભાવનગર સહિત અનેક સ્થળોએ તા.૪થી ૧૫ મે સુધી ૩૦થી ૪૦ કિ.મી.ની ઝડપે પવનની સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે.આથી ખેડૂતો અને લોકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જો કે માવઠાથી ખેડૂતોને તેના ઉનાળુ પાક અને કેરીના પાકમાં નુકસાન થયું છે.ખેડૂતો કમોસમી વરસાદ હવે ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહયા છે.
ભાવનગર શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન ૧.૭ ડિગ્રી વધતા ગરમી વધી હતી. આભમાંથી અંગારા વરસ્યા હોય તેવી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. માવઠાનું વાતાવરણ વિખેરાતા ફરી ચાર દિવસથી તાપમાન વધતા ગરમી વધી છે. સખ્ત ગરમીના કારણે ઠંડા પીણા, આઈસક્રીમની ખપત વધી છે. ઠંડી છાશ,લસ્સી,લીંબુ સરબત, વરિયાળી સરબત,નારિયેળ પાણી,તરબૂચ,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech