બ્રેસ્ટ કેન્સરથી 46માં વર્ષે જ દુનિયાને કહી દીધી અલવિદા
‘પોકેમોન’ સ્ટાર રશેલ લિલીસે દુનિયાને અલવિદા કહી દીધી છે. બ્રેસ્ટ કેન્સર સામેની જંગ હારી જતા રશેલનું નિધન થયુ છે. રશેલનાં કો-સ્ટારે એમનાં નામ પર એક મેમોરિયલ બનાવવાની વાત કરી છે.
‘પોકેમોન’ નાં ફેવરેટ ભૂમિકાનાં મિસ્ટી અને જેસીનાં અવાજ આપનાર વોઇસ એક્ટ્રેસ રશેલ લિલીસનું નિધન થયુ છે. 46 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. રશેલનું નિધન 10 ઓગસ્ટનાં રોજ થયુ છે. રશેલને બ્રેસ્ટ કેન્સર થયુ હતુ. આ વર્ષે મે મહિનામાં બ્રેસ્ટ કેન્સરની જાણ થઇ હતી. રશેલે દુનિયામાં અનેક એનિમેશન સીરિઝ, કાર્ટૂન અને વીડિયો ગેમ્સમાં પોતાનો અવાજ આપીને દુનિયાભરમાં એચીવમેન્ટ્સ હાસિલ કર્યું છે. એમનાં નિધનના સમાચારથી એમનાં સહયોગી અને ફેન્સ દુખી થયા છે આ સાથે અનેક લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
પોકેમોનમાં લીડ કેરેક્ટર એશ કેચુમનો અવાજ આપનાર રશેલ લિલીનાં કો-વોઇસ એક્ટ્રેસ વર્નિકા ટેલરે એમનાં નિધનની જાણકારી સોશિયલ મિડીયા એકાઉન્ટ પર શેર કરી છે. એમને રશેલની લાઇફ અને કામને યાદ કરીને દુખ વ્યક્ત કર્યું છે. આ સાથે એક્સ પર દોસ્ત રશેલને લઇને લાંબી નોટ પણ લખી છે.
રશેલનાં અચાનક નિધનથી ઇન્ડસ્ટ્રીમાં અનેક લોકો દુખી છે. એનિમેશનની દુનિયામાં રશેલ ઝડપથી એક મોટો ચહેરો બની ગઇ. 1998માં શરૂ થયેલી ‘પોકેમોન’ એનિમી સીરિઝમાં વોટર-ટાઈપ જિમ લીડર મિસ્ટીને અવાજ આપ્યો હતો.
વર્નિલા ટેલરે કહ્યું કે, ‘હું બહુ ભારે મનથી આ ખબર શેર કરી રહી છું કે શનિવારનાં રોજ સાંજે 10 ઓગસ્ટ, 2024નાં રોજ રશેલ લિલીસનું નિધન થયું. શેલ એક અસાધારણ પ્રતિભા હતી. જ્યારે રશેલ બોલતી હતી તેમજ ગાતી હતી ત્યારે એનો અવાજ લોકોને તરત ગમી જતો હતો. એમની એનિમેટેડ ભૂમિકાઓ માટે હંમેશા એમને યાદ કરવામાં આવશે.’
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech