ગુજરાત ભાજપમાં સંગઠન રચનાને લઈને જિલ્લા કેટલાક દિવસથી મહત્વની કામગીરી શરૂ કરવામાં આવી છે મહાનગર પ્રમુખ નક્કી કરવા માટે થઈને દાવેદારોનો રાફડો ફાટ્યો છે સૌથી વધુ દાવેદારો સુરતમાં નોંધાયા છે રાજ્યના મહાનગરોમાં પ્રમુખની વરણીને લઈને ગાંધીનગરથી દિલ્હી સુધી લોબિંગ શરૂ કરવામાં આવ્યું છે. આગામી બે-ચાર દિવસમાં ભાજપ કોર કમિટીની બેઠક મળશે તેમાં જિલ્લા અને મહાનગરના પ્રમુખ ના નામોની જાહેરાત કરવામાં આવશે. અહીં નોંધવું જરૂરી છે કે રાજ્યભરમાં જિલ્લા અને મહાનગર પ્રમુખ નિશ્ચિત કરવા માટે પહેલા દાવેદારી અને પછી પ્રદેશ નિરિક્ષકો દ્વારા સંક્લનની બેઠકમાં જે રીતે સ્થાનિક સ્તરે સાંસદ, ધારાસભ્યો અને સંગઠન સાથે જોડાયેલા મહત્વના હોદેદારો સાથે ચર્ચા કરીને હવે તખ્તો ગાંધીનગર પહોંચ્યો છે. રાજ્યભરમાં જે રીતે જિલ્લા અને મહાનગર પ્રમુખ માટે જે રીતે દાવેદારીના ફોર્મ મંગાવાયા અને આખરી ઘડી સુધી દાવેદારની લાયકાતો અંગે સસ્પેન્સ રાખવામા આવ્યું છે.
રાજયના તમામ મહાનગરોમાં પ્રમુખ બનવા માટે 20 થી 40 અને સુરત જેવા શહેરમાં 70 જેટલા દાવેદારોએ ફોર્મ ભરતાં આખરી પસંદગીમાં મોવડી મંડળ માટે તમામ જુથોને રાજી રાખવાનું મુશ્કેલ બની જશે તેવી શક્યતા પક્ષમાં દર્શાવાઈ રહી છે. હાલ ગાંધીનગર અને દિલ્હી સુધી પ્રમુખનું લોબીંગ પહોંચી ગયું છે. ભૂતકાળમાં ભાગ્યે જ જોવા મળતા હતા તેવા દ્રશ્યો હવે જિલ્લા અને મહાનગરના કાયર્લિયોમાં જોવા મળી રહ્યા છે. આગામી એક કે બે દિવસમાં ગુજરાત ભાજપ્ની કૌર કમિટિની બેઠક મળશે અને તેમાં પ્રમુખની પસંદગી જાહેર થશે તેવા સંકેત છે. તો બીજી બાજુ રાજ્યના મહાનગરોમાં સંગઠનના હોદ્દેદારોની પસંદગીને લઈને પેટ ચોળીને શુળ ઊભું કર્યું હોય તેવી સ્થિતિ થઈ છે.
સંગઠનમાં પસંદગીના મુદ્દે કોઈનું લોબિંગ નહીં ચલાવવામાં આવે તેવી સ્પષ્ટ સૂચના આપવા છતાં પણ ગાંધીનગર અને દિલ્હી સુધી જિલ્લા અને મહાનગરોના પ્રમુખ પદને લઈને લોબીંગ શરૂ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જૂથને રાજી રાખવા માટેનો પ્રયાસ કરવામાં આવશે પાર્ટી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દરેક મહાનગરોમાં એવા ચહેરા ની શોધ કરવામાં આવશે કે જે સર્વ સામાન્ય અને રાજકીય આગેવાનોને સાથે રાખીને ચાલે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech