પોલીસ દ્વારા નશાખોરોને કાબુમાં રાખવા માટે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ : સધન વાહન ચેકિંગ : ચેકપોસ્ટ તેમજ પાર્ટી પ્લોટ, શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલીંગ સહિતની કાર્યવાહી : અનેક ઝપટમાં આવ્યા
જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા 31મી ડિસેમ્બરની રાત્રે રંગારંગ કાર્યક્રમની સાથે નશાખોરોને કાબુમાં રાખવા માટે જામનગર જિલ્લાના પોલીસ તંત્રએ કમર કસી હતી, અને ખાસ કરીને જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર ડિં્રક એન્ડ ડ્રાઇવ રાખવામાં આવી હતી, તેમજ સધન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર જુદા જુદા પાર્ટી પ્લોટ, હાઇવે રેસ્ટોરન્ટ વગેરે સ્થળો પર ન્યુયર પાર્ટીના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જામનગરનો અનેક યુવા વર્ગ જોડાયો હતો. જે તમામ લોકો પોતાના વાહનોમાં રાત્રીના સમયે આવન જાવન કરે તે સમયે નશાખોરોને કાબુમાં રાખવાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રાખવામાં આવી હતી.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રની અલગ અલગ ટુકડીઓ શહેરની ભાગોળે જુદી-જુદી ચેક પોસ્ટ પર ગોઠવાઈ ગઈ હતી, અને મોટા પાયે વાહન ચેકિંગ કર્યું હતું. રાત્રિના દસ વાગ્યાથી લઈને મોડી રાત્રે સુધી ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી, અને કેટલાક વાહનો ચેક કરવામાં આવ્યા હતા.
ઉપરાંત વાહન ચાલકો સહિતના લોકો કે જે લોકો રાત્રિના સમયે ડ્રાઇવ કરીને નીકળ્યા હતા, તે તમામને રોકીને બ્રેથ એનાલાઇઝરની મદદથી ચકાસણી પણ કરવામાં આવી હતી. થર્ટી ફર્સ્ટ નાઇની મેગા ડ્રાઇવ દરમ્યાન એસપી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પેટ્રોલીંગ સહિતની કાર્યવાહી કરાઇ હતી. અલગ અલગ વિસ્તારો અને ખાસ કરીને બાયપાસ ચોકડી, ચેકપોસ્ટ અને શહેરના મુખ્ય પોઇન્ટ પર પોલીસનો કાફલો બંદોબસ્ત અને ચેકીંગમાં જોડાયો હતો. કેટલીક કારમાંથી બ્લેક ફીલ્મ દુર કરાઇ હતી, કડક ચેકીંગ દરમ્યાન 21 જેટલી ટીમો જેમા ખાસ સી ટીમ પણ બંદોબસ્ત સહિતની કાર્યવાહીમાં જોડાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech