ટાઇટેનિક જહાજ ડૂબી ગયાના 113 વર્ષ પછી સંશોધકોએ આખરે જહાજના પ્રથમ અધિકારી વિલિયમ મર્ડોકને ક્લીનચીટ આપી દીધી છે. અત્યાર સુધી ઓફિસર મર્ડોક પર તેમની જવાબદારી ન નિભાવવાનો આરોપ હતો. 10 એપ્રિલ 1912ના રોજ, ટાઇટેનિક ઇંગ્લેન્ડના સાઉથેંમ્પ્ટનથી ન્યૂયોર્ક જવા રવાના થયું હતું. તે 15 એપ્રિલના રોજ એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું, જેમાં અંદાજે 1517 લોકો માર્યા ગયા હતા.
અત્યાર સુધી એવો આરોપ હતો કે ટાઈટેનિક ડૂબી જવાની જવાબદારી મર્ડોકે લીધી ન હતી. ટાઇટેનિકના કાટમાળના થ્રી-ડી સ્કેનથી જાણવા મળ્યું કે મર્ડોક જવાબદારીથી ભાગ્યા ન હતા પરંતુ મુસાફરોને બચાવવાના પ્રયાસમાં મૃત્યુ પામ્યા હતા. ઊંડા સમુદ્ર સંશોધન અને મેપિંગ કુશળતા ધરાવતી અમેરિકન કંપની મેગેલને એટલાન્ટિક મહાસાગરમાં 12,500 ફૂટ નીચે ટાઈટેનિકના કાટમાળના 7.15 લાખ ફોટોગ્રાફ્સ કેપ્ચર કર્યા હતા અને તેના આધારે સંશોધકોએ અત્યાર સુધીનું સૌથી સચોટ 3-ડી સ્કેન રજૂ કર્યું. ટાઇટેનિકના વિશ્લેષક પાર્કેસ સ્ટીફન્સને કહ્યું કે આ વિશાળ ડિજિટલ મોડલ મર્ડોકની નિર્દોષતા સાબિત કરે છે.
ટાઈટેનિકના બચેલા મુસાફરોએ અહેવાલ આપ્યો કે તેઓએ એક અધિકારીને લાઈફ બોટ તરફ દોડતા બે માણસોને ગોળી મારતા જોયા. પછી તેણે પોતાની જાતને પણ ગોળી મારી. આ અધિકારીને મર્ડોક માનવામાં આવતો હતો. જેમ્સ કેમરનની ફિલ્મ 'ટાઈટેનિક'માં પણ આ જ વિચારનું પુનરાવર્તન થયું હતું.
થ્રી-ડી સ્કેનથી જાણવા મળ્યું કે ટાઈટેનિક ડૂબી રહ્યું હોવાથી મર્ડોક લાઈફબોટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા હતા. ક્રૂ મેમ્બરમાંના ર્ક ચાર્લ્સ લાઇટોલરે પણ કહ્યું હતું કે મર્ડોક મુસાફરોના જૂથને સલામતી તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે મોજાથી અથડાતાં તેમનું મોત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech