અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ એક ટીવી ચેનલેને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેઓએ ફરી અમેરિકામાં રહેતા ગેરકાયદે પ્રવાસીઓને દેશમાંથી કાઢી નાખવાના નિર્ણય પર અડગ છે તેવું જણાવ્યું હતું. તેમજ નાટો છોડવા પર પણ ગંભીરતાથી વિચારશે. ડ્રીમર્સ ઈમિગ્રન્ટ્સ એવા ઈમિગ્રન્ટ્સ છે જે બાળપણમાં અમેરિકા આવ્યા હતા અને તેમની પાસે કોઈ દસ્તાવેજ નથી.
બાળક જન્મતાની સાથે જ અમેરિકન નાગરિકત્વ મેળવી લે છે
ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ઓફિસમાં તેમના પ્રથમ દિવસે જ તેઓ જન્મ સમયે અમેરિકન નાગરિકતાના અધિકારને હટાવી દેશે. અમેરિકી બંધારણના 14માં સુધારા મુજબ અમેરિકામાં જન્મ લેનાર કોઈપણ બાળક જન્મતાની સાથે જ અમેરિકન નાગરિકત્વ મેળવી લે છે. ભલે તેના માતાપિતા કોઈપણ દેશની નાગરિકતા ધરાવતા હોય. જો કે, ટ્રમ્પના નિર્ણયને કાયદાકીય અડચણોનો સામનો કરવો પડી શકે છે.
નાટો છોડવાનું વિચારશે
ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે નાટો વિશે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ બન્યા બાદ તે તેનાથી ખસી જવા અંગે ગંભીરતાથી વિચાર કરશે. તેમણે એ પણ વચન આપ્યું હતું કે, ગર્ભપાતની ગોળીઓ પર પ્રતિબંધ મૂકશે નહીં. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, રાષ્ટ્રપતિ બન્યા બાદ ફેડરલ રિઝર્વ (સેન્ટ્રલ બેંક)ના ચેરમેન જેરોમ પોવેલને પદ છોડવા માટે કહેવાની તેમની કોઈ યોજના નથી.
કેપિટલ હિલ હિંસાના ગુનેગારોને માફ કરશે
ટ્રમ્પે વચન આપ્યું કે, તેઓ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ કેપિટલ હિલ કેસના ગુનેગારોને માફ કરવા માટે પગલાં લેશે. ટ્રમ્પ 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા પછી 6 જાન્યુઆરી, 2021ના રોજ તેમના કેટલાક સમર્થકો કેપિટલ હિલ (યુએસ સંસદ)માં પ્રવેશ્યા અને લૂંટફાટ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડત્રા પોલીસ મથક હરીયાળુ બનશે, પટાંગણમાં 50 વૃક્ષોનું આરોપણ
June 09, 2025 09:47 AMકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech