રાજકોટ શહેરના યુનિ. રોડ પર કિડની હોસ્પિટલ જોડતા માર્ગ પર આવેલા શિલ્પન ઓનેકસ નામના બહત્પ મંજીલા બિલ્ડીંગના સ્વીમીંગ પુલમાં ગતરાત્રે બે બાળકીના ડુબી જવાથી મોત થયાની ઘટના બની હતી. બિલ્ડીંગમાં ચોકીદાર તરીકે રહેતા બે નેપાળી પરિવારની ત્રણ–ત્રણ વર્ષની આ બન્ને પુત્રીઓ રમતા રમતા અકસ્માતે પડી જતાં મોત નિપજયાનું પોલીસની પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.
મળતી વિગતો મુજબ શિલ્પન ઓનેકસના બિલ્ડીંગના સ્વીમીંગ પુલ પાસે મેનકા પ્રકાશ તેજબહાદુર ઉ.વ.૩ તેમજ પ્રકૃતિ ગોકુલચદં ઉ.વ.૩ નામની બન્ને બાળકીઓ રાત્રીના ૯ વાગ્યાની આસપાસ રમતા રમતા અકસ્માતે સ્વીમીંગ પુલમાં પડી જતાં પાણીમાં ગરક થઈ ગઈ હતી. ત્યાંના અન્ય રહેવાસીઓને જાણ થતાં તુર્ત જ બન્ને બાળકીઓને બહાર કાઢવાનો પ્રયાસ કર્યેા હતો. બન્ને બાળકીના માતા–પિતા નેપાળી ચોકીદાર પરિવાર પણ દોડી આવ્યો હતો. બાળકીને બેશુધ્ધ હાલતમાં બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બનાવના પગલે બિલ્ડીંગના અન્ય ફલેટ ધારકો પણ એકત્રીત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ તપાસ અર્થે દોડી આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ પ્રકાશસિંગ તેજબહાદુર તેની પત્ની અને પુત્રી મેનકા સાથે ૮ માસ પહેલા વોચમેન તરીકે બિલ્ડીંગમાં રહેવા આવ્યા હતા. બિલ્ડીંગમાં સાફસફાઈ અને દેખરેખનું કામ સંભાળતા હતા. જયારે ગોકુલચદં ૧૭ દિવસ પહેલા જ આ બિલ્ડીંગમાં રહેવા આવ્યો હતો. તે કટારીયા ચોકડી નજીક ચોકીદાર તરીકે નોકરી કરતો હતો અને બિલ્ડીંગમાં પત્ની તેમજ ત્રણ વર્ષની પુત્રી પ્રકૃતિ અને ૧૧ માસના પુત્ર સાથે અહીં રહેતો હતો. બન્ને બાળકીઓ રોજના ઘટનાક્રમ મુજબ બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં રમી રહી હતી. નજીકમાં અન્ય બાળકો પણ રમતા હતા. આ બાળકી રમતા રમતા અકસ્માતે સ્વીમીંગ પુલ તરફ સરકી ગઈ હતી અને પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
યુનિવર્સિટી પોલીસે બિલ્ડીંગમાં રહેલા સીસીટીવી કેમેરા પણ ચકાસવાની કામગીરી હાથ પર લીધી છે. બબ્બે બાળકીના મોતથી નેપાળી પરિવારમાં કરૂણ આક્રદં સર્જાયું છે. જયારે બિલ્ડીંગના રહેવાસીઓમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech