મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આવેલા જાણીતા કુનો નેશનલ પાર્કમાં આફ્રિકન માદા ચિત્તા નિરવના બે બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા હતા અને તેમના મૃતદેહ વિકૃત હાલતમાં જોવા મળતા વન તંત્ર પણ ધંધે લાગ્યું છે. બીજી તરફ અધિકારીએ જણાવ્યું હતું કે મૃત બચ્ચાના મૃતદેહના નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને તેમના મૃત્યુનું ચોક્કસ કારણ તો લેબ રિપોટ્ર્સ મળ્યા પછી જ જાણી શકાશે.અધિકારીએ કહ્યું, કે માદા નિરવ સહિત તમામ પુખ્ત ચિત્તા અને કુનો પાર્કના બાકીના 12 બચ્ચા સ્વસ્થ છે. કુનો નેશનલ પાર્કમાં ચિત્તાની સંખ્યા છેલ્લે 24 હોવાનું કહેવાય છે.
મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકન માદા ચિત્તા નિરવના બે બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા હતા અને તેમના વિકૃત મૃતદેહ મળી આવતા વન તંત્રે વધુ તપાસ હાથ ધરી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે ચિતાની હિલચાલ પર નજર રાખતી વન કર્મચારીઓની ટીમને રેડિયો ટેલિમેટ્રી દ્વારા એલર્ટ કરવામાં આવી હતી.પ્રોજેક્ટ ચિત્તાના ડાયરેક્ટર ઉત્તમ કુમાર શમર્એિ જણાવ્યું હતું કે, ’નિરીક્ષણ દરમિયાન કોઈ અન્ય ચિત્તાના બચ્ચા મૃત મળ્યા નથી, જે દશર્વિે છે કે ચિત્તા નીરવ એ માત્ર બે બચ્ચાને જન્મ આપ્યો. આજે બંને નવજાત શિશુઓના મૃતદેહના ધારાધોરણ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
અધિકારીએ જણાવ્યું હતું કે મૃત બચ્ચાના દેહના નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને તેમના મૃત્યુનું ચોક્કસ કારણ લેબ રિપોટ્ર્સ મળ્યા પછી જ જાણી શકાશે.અધિકારીએ કહ્યું, ’નિરવ સહિત તમામ પુખ્ત ચિત્તા અને કુનો પાર્કના બાકીના 12 બચ્ચા સ્વસ્થ છે. કુનો નેશનલ પાર્કમાં ચિત્તાની સંખ્યા છેલ્લે 24 હોવાનું કહેવાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુવાનનું લીવરની બીમારીથી મોત નિપજ્યાનું પોલીસમાં થયુ જાહેર
June 10, 2025 02:33 PM‘બાપુ’ના ગામ પોરબંદરમાં ‘બા’ રહ્યા !
June 10, 2025 02:32 PMમોઢવાડાની વી.જી. કારીયા હાઇસ્કૂલ બોર્ડના પરિણામમાં રહી અગ્રેસર
June 10, 2025 02:31 PMપોરબંદર અડવાણા રોડને વહેલી તકે પહોળો કરવો જરી બન્યો
June 10, 2025 02:29 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા યોજાયો ભવ્ય આર્ટ શો
June 10, 2025 02:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech