રાણાવાવ તાલુકામાં વિદ્યાર્થીઓની અને આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળાની મુલાકાત કરાવવામાં આવી હતી.
પોરબંદર જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા રાણાવરવાળા, અણીયારી, દોલતગઢ, રાણાખીરસરા અને વાળોત્રા તમામ ગામની આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા ખાતે મુલાકાત કરવામાં આવી હતી.આ ગામમાં બાલિકા પંચાયતની દિકરીઓની મુલાકાત કરવામાં આવી હતી,આ દીકરીઓને બાલિકા પંચાયત અન્વયે કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ સાથે સાથે જાગૃતીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં બાલિકા પંચાયતની ૬૦ દીકરીઓ, આંગણવાડીનો સ્ટાફ, પ્રાથમિક શાળાનો સ્ટાફ તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના હર્ષવીરભાઈ કારાવદરા અને સૌરભભાઈ મારૂ હાજર હતા.આ ગામની બાલિકા પંચાયતની દીકરીઓને બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવોના લોગોવાળા ટી-શર્ટ ,કેપ અને બાલિકા પંચાયતના લોગોવાળું બ્રોસ આપવામાં આવ્યુ હતુ,
ત્યારબાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓની તેમજ કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી.આ મુલાકાત લીધેલ ગામની પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ હેલ્પલાઇનથી પરિચિત થાય તે માટે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત હેલ્પલાઇન બોર્ડ આપેલ તેમજ બાલિકા પંચાયતની બુકલેટ ગામદીઠ -૫ કોપી આપેલ હતી.આ સમગ્ર કાર્યક્રમમાં દરેક ગામના તમામ સ્ટાફગણનો સારો સહયોગ સાંપડ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ થયેલુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech