પોતાની કારકિર્દીના ઉતર ચડાવની પેટછૂટી વાતો કરી ફિલ્મ નિર્માતાએ રાજેશ ખન્નાના સ્ટારડમને પણ યાદ કર્યું
મહેશ ભટ્ટ, કે જેમણે ફિલ્મ નિર્માતા રાજ ખોસલાને આસિસ્ટ કરીને દિગ્દર્શક કારકિર્દીની શરૂઆત કરી હતી. તાજેતરમાં, મહેશ ભટ્ટે તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં તેની કારકિર્દી વિશે વાત કરી અને આ પીઢ અભિનેતા વિશે જણાવ્યું જેણે તેની કારકિર્દીમાં મોટી ભૂમિકા ભજવી હતી. તેણે યાદ કર્યું કે તે ફિલ્મમેકરને કેવી રીતે મળ્યો હતો અને તેણે કઈ ફિલ્મોમાં તેને મદદ કરી હતી.આ વાતચીત દરમિયાન મહેશ ભટ્ટે રાજેશ ખન્નાના સ્ટારડમને પણ યાદ કર્યા હતા. મહેશ ભટ્ટે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'હું રાજ ખોસલાને ત્યારે મળ્યો હતો જ્યારે તેઓ રાજેશ ખન્ના અને મુમતાઝની ફિલ્મ 'દો રાસ્તે'ના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ કરી રહ્યા હતા. તેઓ 'તુને કાજલ લગા દિન મેં રાત હો ગઈ' ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા. તેણે કહ્યું, 'મેં પહેલા ક્યારેય રાજેશ ખન્ના જેવું સ્ટારડમ જોયું નથી. આજકાલ તમામ સ્ટાર્સને ડિજિટલ સપોર્ટથી ઘણો ફાયદો થઈ રહ્યો છે.
મહેશ ભટ્ટે કહ્યું, 'તે સમયે માત્ર થોડા જ ફિલ્મ મેગેઝિન હતા, અને પ્રિન્ટવાળા પણ ઓછા હતા, તેમ છતાં રાજેશ ખન્નાએ અસાધારણ સ્ટારડમ હાંસલ કર્યું હતું'. રાજ ખોસલા સાથેની પોતાની સફર વિશે વાત કરતાં મહેશ ભટ્ટે કહ્યું, 'પછી અમે ધર્મેન્દ્ર અને વિનોદ ખન્ના સાથે 'મેરા ગાંવ મેરા દેશ' ફિલ્મ બનાવી. વિનોદ ખન્નાને યાદ કરતાં ડિરેક્ટરે કહ્યું, 'વિનોદ ખન્ના મારા ખૂબ સારા મિત્ર હતા. તેણે મારા જીવનમાં મોટી ભૂમિકા ભજવી છે. તેણે ઘણું યોગદાન આપ્યું છે'તેમની કારકિર્દીનો શ્રેય વિનોદ ખન્નાને આપ્યુ
મહેશ ભટ્ટે કહ્યું, 'મને નથી લાગતું કે તેમના વિના હું આજે જે વ્યક્તિ છું તે બની ગયો હોત'. વિનોદ સાથેની ફિલ્મ વિશે વાત કરતાં ડિરેક્ટરે કહ્યું, 'અમે ફિલ્મનું શૂટિંગ ઉદયપુરમાં કર્યું હતું. ફિલ્મના ગીતો ખૂબ જ શાનદાર હતા, જેનો શ્રેય આનંદ બક્ષી અને લક્ષ્મીકાંત પ્યારેલાલને જાય છે. તેથી, રાજ ખોસલા સાથેની મારી સફર આ રીતે શરૂ થઈ અને તે પછી અમે ધર્મેન્દ્ર સાથે 'દો ચોર' નામની ફિલ્મ પણ બનાવી. આ ફિલ્મનું નિર્દેશન રાજ ખોસલાના સહાયક પદ્મનાભ દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMકાલાવડમાં યુવાનને માથામાં સાયલેન્સર ફટકાર્યુ
June 09, 2025 01:29 PMમેઘપરમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ગીરફતાર : બે ફરાર
June 09, 2025 01:27 PMશહેરમાં વાદળીયા વાતાવરણ વચ્ચે તાપમાન ૩૫.૧ ડીગ્રી
June 09, 2025 01:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech