5897 નવા ફોર્મ ભરાયા, 2399 નામ રદ કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના 634 મતદાન મથકો ઉપર મતદારયાદી સુધારણાના ખાસ ઝુંબેશ દરમિયાન જિલ્લાની બે વિધાનસભા મતક્ષેત્રમાં 3607 યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે. જેમાં ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાં 1563 તથા દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાં 2044 યુવા મતદારોએ નામ નોંધાવ્યા છે. આ તમામ યુવા મતદારોને આગામી ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી કાર્ડ મળશે.
ચૂંટણી પંચના આદેશ મુજબ મતદાર યાદી સુધારણાના ખાસ ઝુંબેશમાં બી.એલ.ઓ. દ્વારા મતદાન મથકો ઉપર કેમ્પ કરવામાં આવ્યા હતા. ખાસ ઝુંબેશ કેમ્પમાં જિલ્લામાં કુલ 5897 નવા ફોર્મ ભરાયા જેમાં ખંભાળિયા વિધાનસભા મત વિભાગમાં 3068 તથા દ્વારકા વિધાનસભા મત વિભાગમાં 2829 મતદારો નોંધાયા છે.
સૌથી વધુ 6714 મતદારોએ નામ-સરનામામાં ફેરફાર કરાવ્યા છે. ખંભાળિયા વિધાનસભા મત વિભાગમાં 3988 અને દ્વારકા વિધાનસભા મત વિભાગમાં 2726 મતદારોએ નામ-સરનામામાં ફેરફારના ફોર્મ ભર્યા છે. સાથે 2388 મતદારોએ મતદાર યાદીમાંથી નામ કમી કરાવ્યા છે. જેમાં ખંભાળિયા વિધાનસભા મત વિભાગમાં 1144 તથા દ્વારકા વિધાનસભા મત વિભાગમાં 1244 મતદારોએ નામ રદ કરાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડત્રા પોલીસ મથક હરીયાળુ બનશે, પટાંગણમાં 50 વૃક્ષોનું આરોપણ
June 09, 2025 09:47 AMકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech