વાવ વિધાનસભા બેઠક માટે ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પરના ૩૨૧ મતદાન મથકો પર યોજાશે મતદાન
૦૭-વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ ૨૧ ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ દસ (૧૦) ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં ૩.૧૦ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ગુજરાતની ૦૭-વાવ વિધાનસભા મતવિસ્તારના વિવિધ ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન પર સવારે ૦૭.૦૦ થી સાંજના ૦૬.૦૦ કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે ૩૨૧ બેલેટ યુનિટ, ૩૨૧ કંટ્રોલ યુનિટ અને ૩૨૧ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન મથકો ખાતે કુલ ૧,૪૧૨ જેટલા અધિકારીશ્રી/કર્મચારીઓ ફરજ બજાવશે.
કુલ ૩૨૧ EVM દ્વારા ૧.૬૧ લાખ પુરૂષ અને ૧.૪૯ લાખ મહિલા મળી કુલ ૩.૧૦ લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
વાવ વિધાનસભાની ચૂંટણીમાં ૧,૬૧,૨૯૬ પુરૂષ, ૧,૪૯,૪૭૮ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૭૭૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તા.૨૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech