આપણે બધા આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી ઈલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. કેટલીક એવી વસ્તુઓ જેની બનાવટનું કારણ પાછળ આપણે જાણતા નથી. સ્માર્ટ ફોનની જેમ જ લેપટોપ પણ કામ માટે મહત્વની વસ્તુ બની ગયું છે. લેપટોપ વગર ઓફિસનું કામ ઘરેથી કરવું મુશ્કેલ છે. ત્યારે મોટાભાગના લેપટોપ ચાર્જર બે ભાગમાં વહેંચાયેલા હોય છે. પણ તેની પાછળનું કારણ શું છે તે સામાન્ય રીતે આપણે જાણતા નથી.
લેપટોપ ચાર્જર
લેપટોપના ચાર્જરમાં બનેલા કાળા ગોળાકાર ભાગને ફેરાઈટ બીડ અથવા ફેરાઈટ ચોક તરીકે ઓળખવામાં આવે છે. તેને ફેરાઇટ સિલિન્ડર પણ કહેવામાં આવે છે. આ કાળા ભાગને એક પ્રકારનું ઈલેક્ટ્રોનિક સર્કિટ કહેવામાં આવે છે. આ લેપટોપ સુધી પહોંચતી ઉચ્ચ ફ્રીક્વન્સીને ઘટાડે છે. એટલે કે ફેરાઇટ બીડ ઉચ્ચ ફ્લોના આવર્તનને દબાવવાનું કામ કરે છે. આમ કરવાથી ઉપકરણને નુકસાન થવાની સંભાવના ઘટી જાય છે. જો કે આ બોક્સ ત્યાં ન હોય તો લેપટોપને નુકસાન થવાની સંભાવના વધી જાય છે.
આ બ્લેક બોક્સ લેપટોપમાં નુકસાન થતું ઘટાડે છે. જો તે ત્યાં ન હોય તો નજીકમાં રહેલી રેડિયો ફ્રીક્વન્સી સ્ક્રીનને હલાવી દેશે. તેનાથી સ્ક્રીન ફ્લિકર થશે. આ બોક્સ આ સમસ્યાને પણ દૂર કરે છે. આ સિવાય જ્યારે લેપટોપમાંથી કરંટ પસાર થાય છે ત્યારે તે રેડિયો ઉર્જા ઉત્પન્ન કરે છે. આ ઉર્જા કોઈપણ નુકશાન વિના ચાર્જિંગની મંજૂરી આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMકાલાવડમાં યુવાનને માથામાં સાયલેન્સર ફટકાર્યુ
June 09, 2025 01:29 PMમેઘપરમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ગીરફતાર : બે ફરાર
June 09, 2025 01:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech