ચોટીલામાં ક્રિકેટના સટ્ટામાં લાખો રૂપિયા હારી જતા યુવકનો આપઘાતનો પ્રયાસ

  • June 11, 2025 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોટીલાના ભીમગઢ રોડ ઉપર યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવક ક્રિકેટના સટ્ટામાં લાખો રૂપિયા હારી જતા પગલું ભર્યાનું જણાવ્યું છે. તેણે કોની કોની પાસેથી પૈસા લીધા હતા એ એક ચીઠીમાં લખ્યું છે. જે પોલીસે કબ્જે કરી હતી.


પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાના જુના બસ સ્ટેન્ડ પાછળ રહેતા અને સેનેટરીનું કામ કરતા દિલીપભાઈ લક્ષમણભાઈ ખીમસુરીયા (ઉ.વ.38)એ રાત્રે ભીમગઢ રોડ પર ઝેરી દવા પી લેતા પ્રથમ ચોટીલા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી તેમજ યુવકે જેમની પાસેથી પૈસા લીધા હતા તેમાં હાર્દિક, ભારતીબેન, વિશાલ, દિનેશભાઈ, કનુભાઈ, કરમશીભાઇ, હીર મેડમ, ક્રિપાલસિંહ, કિશનભાઇ, રાજવીરભાઈ, શાંતુભાઇ, ભાવેશભાઈ, આશિકભાઈ, પટેલભાઈના નામ અને કેટલા પૈસા લીધા છે એ એક ચીઠીમાં લખ્યું હતું જે પોલીસે કબ્જે કરી હતી. આગળની તપાસ ચોટીલા પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application