રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે નવી બની રહેલી મેરીગોલ્ડ બાંધકામની સાઈટની લિફ્ટના ખાંચામાં પડી જતા શ્રમિક યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે યુવકના પરિવારે પુત્રને કોઈએ ધક્કો મારતા પડી ગયો હોવાનો આક્ષેપ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અચાનક લિફ્ટના ખાડામાં પડી ગયો
પ્રાપ્ત વિગત મુજબ હરિધવા માર્ગ પર સરદાર સોસાયટી-1માં રહેતો વિવેક દિલીપભાઈ રાઘવાણી (ઉ.વ.25)નો યુવક આજે સવારે 150 ફૂટ રિંગ રોડ પર માધાપર ચોકડી પાસે નવી બની રહેલી મેરીગોલ્ડ બાંધકામની સાઈટ પર લાદી કામ માટે ગયો હતો ત્યારે અચાનક લિફ્ટના ખાડામાં પડી જતા થાય કામ કરતા અન્ય શ્રમિકો સહિતના દોડી ગયા હતા અને ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
પરિવારે આક્ષેપ કરતા પોલીસે તપાસ હાથ ધરી
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઇમાં નાનો અને અપરણિત હતો. બનાવના પગલે હોસ્પિટલએ મોટી સંખ્યામાં પરિવાજનો સહિતના ભેગા થઇ ગયા હતા અને પુત્રને કોઈએ ધક્કો માર્યો હોવાનો આક્ષેપ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech