મીઠાપુરના ઉદ્યોગ નગર વિસ્તારમાં રહેતા નાગાજણભાઈ રામભાઈ ચાનપા નામના 40 વર્ષના યુવાન દેવપરા પાડલી રોડ પરથી જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ડી. 3762 નંબરના એક્ટિવા મોટરસાયકલના ચાલકે તેમને અડફેટે લેતા ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. મીઠાપુર પોલીસે એક્ટિવા ચાલક સામે ગુનો નોંધ્યો છે.
કેનેડી ગામેથી સાત જુગારીઓ ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામેથી ગત સાંજે બેઠા પુલ પાસેથી પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા જેઠા રણમલ કણજારીયા, વાલા નાથા ગોરડીયા, કાના નરશી પરમાર, વશરામ ગોવિંદ હડિયલ, પ્રવીણ રામજી કણજારીયા, હીરા રૂઘા નકુમ અને વિજય ટપુ કણજારીયા નામના સાત શખ્સોને ઝડપી લઈ, કુલ રૂ. 7,230 નો મુદ્દામાલ કબજે કર્યો હતો
મીઠાપુરમાં પીધેલો વાહન ચાલક ઝડપાયો
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામેથી પોલીસે હમુસર ગામના કરીમ હારુન ઓંધીયા નામના 31 વર્ષના મુસ્લિમ મજોઠી શખ્સને કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. સિત્તેર હજારની કિંમતના ટાટા મેજીક વાહન ચલાવતા ઝડપી લઇ, જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech