લોકપ્રિય સિંગર્સમાંની એક સુનિધિ ચૌહાણ વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેને જાણીને તેણીના ફેન્સ પણ ગુસ્સે ભરાયા છે. દેહરાદૂનની એક કોલેજમાં પરફોર્મ કરતી વખતે ભીડમાંથી એક વ્યક્તિએ સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી, જેના પછી તે ગુસ્સે થઈ ગઈ અને ગીત ગાવાનું બંધ કરી દીધું. આ પછી તેણી બોટલ ફેંકનારને બરબરનો જવાબ આપે છે. તેણી સાથે બનેલી આ ચોંકાવનારી ઘટનાએ સોશિયલ મીડિયા પર તેના ચાહકોમાં હલચલ મચાવી દીધી હતી. આ પહેલા પણ અનેક ગાયકો સાથે કોન્સર્ટમાં આવી ઘટનાઓ બની ચૂકી છે.
આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં સુનિધિ ચૌહાણ કોન્સર્ટમાં તેના હિટ ગીતો ગાતી જોઈ શકાય છે અને જ્યારે તે સ્ટેજની વચ્ચે ઊભી હતી, ત્યારે ભીડમાંથી કોઈએ તેના પર બોટલ ફેંકી હતી. જે સીધી તેના હાથ પર અથડાય છે અને સુનિધિ ચોંકી જાય છે અને ચૂપ થઈ જાય છે. ગાયક મજાકમાં કહે છે કે, 'હાય!!!! મર ગ્યી...' સિંગર જે કહે છે તે સાંભળ્યા બાદ દરેક તેના વખાણ કરી રહ્યા છે અને તેને સપોર્ટ પણ કરી રહ્યા છે.
આ ઘટના પછી, ગાયક એક મિનિટ માટે આશ્ચર્યચકિત થઈ જાય છે, પરંતુ પછી તેનો જવાબ સાંભળીને, કોન્સર્ટમાં હાજર લોકો તેના માટે તાળીઓ પાડવાનું શરૂ કરે છે. સુનિધિ ચૌહાણે પ્રેમથી કહ્યું, 'શું થઈ રહ્યું છે? જો તમે બોટલ ફેંકશો તો શું થશે? શો બંધ થઈ જશે. તમારે આ જ જોઈએ છે?' આ કહ્યા પછી તે ફરી ગાવાનું શરૂ કરે છે. સોશિયલ મીડિયા પર લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે અને ગેરવર્તણૂક કરનારને ટ્રોલ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech