પંકજ ત્રિપાઠીની ફિલ્મ મૈં અટલ હૂં આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠીએ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. મૈં અટલ હૂંની રિલીઝ બાદ હંસલ મહેતાએ તેના વેબ શો ગાંધી માટે કામ શરૂ કર્યું છે. હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર શૂટિંગની કેટલીક તસવીરો શેર કરીને આ માહિતી આપી છે.
હવે પ્રશ્ન એ છે કે ગાંધી વેબ સિરીઝમાં મહાત્માં ગાંધીની ભૂમિકામાં કોણ જોવા મળશે. તો આપને જણાવી દઇએ કે અભિનેતા પ્રતિક ગાંધી વેબ શો ગાંધીમાં મહાત્મા ગાંધીના રોલમાં જોવા મળશે. હંસલ મહેતાએ થોડા સમય પહેલા પોતાની સિરીઝની જાહેરાત કરી હતી. હવે શૂટિંગ શરૂ થવાની માહિતી પણ તેમણે સોશિયલ મીડિયા દ્રારા આપી છે. હંસલ મહેતાએ એક ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે પોતાનો ફોટો પણ શેર કર્યો છે. તસવીરો શેર કરતી વખતે તેમણે લખ્યું હતું કે, બનેલા ઇતિહાસને કેદ કરવો, ગાંધીનું શૂટિંગ શરૂ થઇ ગયું છે.
હંસલ મહેતાની આ પોસ્ટ પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. આ તરફ પ્રતિક ગાંધીએ એક ઈન્ટરવ્યુમાં પોતાના શો ગાંધી વિશે વાત કરી હતી. પાત્ર વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું હતું કે, હું છેલ્લા આઠ વર્ષથી સ્ટેજ પર મોહનદાસ કરમચંદ ગાંધીનું પાત્ર ભજવી રહ્યો છું અને તે પણ એકપાત્રી નાટકના રૂપમાં. કયાંકને કયાંક મારું ત્યાં હોવું નિશ્ચિત હતું.
તમને જણાવી દઈએ કે પ્રતિક ગાંધી અને હંસલ મહેતા આ પહેલા પણ સાથે કામ કરી ચુક્યા છે. પ્રતિક ગાંધી હંસલ મહેતાના શો સ્કેમ 1992માં લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ શો પછી પ્રતિકની લોકપ્રિયતા ઘણી વધી ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech