આજરોજ દેશના ક્રિક્રેટ પ્રેમીઓની રાહનો અંત આવ્યો છે, કેમ કે જીઓ સિનેમાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું છે, IPL 22 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચ ચેન્નાઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. 21 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે, લોકસભા ચૂંટણીને કારણે બાકીની મેચોનું શેડ્યૂલ પછીથી જાહેર કરવામાં આવશે. IPL શુક્રવારથી શરૂ થશે, જ્યારે ડબલ હેડર મેચ શનિવાર અને રવિવારે જ રમાશે.
હાલમાં, 22 માર્ચથી 7 એપ્રિલ સુધીનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે, જે દરમિયાન કુલ 4 ડબલ હેડર હશે. આ વખતે દિલ્હી કેપિટલ્સ ટીમ વિશાખાપટ્ટનમમાં બે મેચ રમશે, જે તેનું હોમ ગ્રાઉન્ડ હશે. જો આઈપીએલના સમયની વાત કરીએ તો સાંજની મેચો સાંજે 7.30 વાગ્યે શરૂ થશે જ્યારે બપોરની મેચો 3.30 વાગ્યે શરૂ થશે.
અટકળો મુજબ એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી યોજાશે, તેથી સુરક્ષાના કારણોસર IPLનું સંપૂર્ણ શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. એકવાર લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ જાય અને તે સ્પષ્ટ થઈ જાય કે ક્યારે અને કયા વિસ્તારોમાં મતદાન થશે, બાકીના સમયપત્રક તે મુજબ જાહેર કરવામાં આવશે.
IPL 2024માં કુલ 74 મેચો રમાશે, હાલમાં માત્ર 21 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. IPLમાં કુલ 10 ટીમો છે, ગત સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સે જીતી હતી. આ વખતે પણ CSK માટે આ સિઝન ખાસ રહેશે, કારણ કે મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી IPL હોઈ શકે છે.
ડબલ હેડર મેચ
23 માર્ચ- પંજાબ કિંગ્સ - દિલ્હી કેપિટલ્સ
23 માર્ચ- કોલકાતા નાઈટ રાઈડર્સ - સનરાઈઝર્સ હૈદરાબાદ
24 માર્ચ- રાજસ્થાન રોયલ્સ - લખનૌ સુપર જાયન્ટ્સ
24 માર્ચ- ગુજરાત ટાઇટન્સ - મુંબઈ ઇન્ડિયન્સ
31 માર્ચ- ગુજરાત ટાઇટન્સ - સનરાઇઝર્સ હૈદરાબાદ
31 માર્ચ- દિલ્હી કેપિટલ્સ - ચેન્નાઈ સુપર કિંગ્સ
7 એપ્રિલ- મુંબઈ ઈન્ડિયન્સ - દિલ્હી કેપિટલ્સ
7 એપ્રિલ- લખનૌ સુપર જાયન્ટ્સ - ગુજરાત ટાઇટન્સ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech