ઓડકારએ કુદરતી પ્રક્રિયા છે. ઘણી વાર પેટમાં જમા થયેલો ગેસ મોં દ્વારા બહાર આવે છે ત્યારે મોઢામાંથી અવાજ નીકળે છે. જો કે, ઓડકારનો અવાજ એટલો મોટો નથી કે તે દૂર ઊભેલી વ્યક્તિ સાંભળી શકે. પરંતુ આ મહિલાએ સાબિત કરી દીધું કે મોટા અવાજે ઓડકાર ખાઈને પણ કોઈને બહેરા બનાવી શકાય છે.
જે મહિલાની વાત કરી રહ્યા છીએ તે અમેરિકાના મેરીલેન્ડની રહેવાસી છે. તેનું નામ કિમ્બર્લી કિમિકોલા વિન્ટર છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, કિમ્બર્લી કિમિકોલા વિન્ટરનો ઓડકાર વિશ્વનો સૌથી મોટો ઓડકાર છે. તેનો અવાજ 107.3 ડેસિબલ સુધીનો હતો. આ પહેલા વિશ્વના સૌથી મોટા ઓળ્કારનો રેકોર્ડ ઈટાલીની એલિસા કેગનોનીના નામે હતો. તેનો અવાજ 107 ડેસિબલ સુધીનો હતો. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર કિમ્બર્લીનો ઓડકાર હેન્ડ બ્લેન્ડર (70-80 ડીબી), ઇલેક્ટ્રિક હેન્ડ ડ્રિલર (90-95 ડીબી) અને ઘણી મોટરસાઇકલ (100-110 ડીબી) કરતાં વધુ છે.
કિમ્બર્લીએ કહ્યું કે ઓડકારનો રેકોર્ડ બનાવવા માટે તેણે બિયર અને કોફી સાથે ઘણો નાસ્તો કર્યો હતો. વધુમાં કિમ્બર્લી વિન્ટરે લોકપ્રિય રેડિયો ટોક શો ઇલિયટ ઇન ધ મોર્નિંગની મુલાકાત દરમિયાન જીવંત રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ડીજે ઇલિયટ સેગલ આ શોને હોસ્ટ કરી રહ્યો હતો. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, વિન્ટરનો ઓડકાર 9 સેકન્ડ લાંબો હતો. જો કે સૌથી લાંબા ઓડકારનો રેકોર્ડ મિશેલ ફોર્જિયોનના નામે છે જે 1 મિનિટ 13 સેકન્ડ લાંબો હતો. આ રેકોર્ડ તેણે 2009માં બનાવ્યો હતો.જો કે, વિન્ટરનો ઓડકાર અવાજની દ્રષ્ટિએ સૌથી મોટો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech