દુનિયામાં ઘણી એવી લક્ઝરી અને આલીશાન હોટેલ્સ છે જે પોતાની વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. સ્વિટ્ઝર્લેન્ડના બરફીલા પહાડોમાં બનેલી એશર હોટેલ હોય કે માલદીવના ટાપુ પાસે સમુદ્રની વચ્ચે બનેલી કોનરાડ હોટેલ હોય. પરંતુ જો તમને ખબર હોય કે દુનિયામાં એક એવી હોટેલ બનાવવામાં આવી રહી છે જે આકાશમાં હશે. આ વિચારવામાં અજુગતું લાગશે પણ આ સાચું છે.
આ લેખમાં અમે એવી જ એક હોટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં લોકોને વાદળોની વચ્ચે રાત વિતાવવાનો મોકો મળશે. વાસ્તવમાં આ એક સ્કાય ક્રૂઝ હશે, જે આકાશમાં ઉડતી રહેશે. તેમાં 7 અને 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ પણ હશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ ખાસ હોટલ વિશે માહિતી અપાઈ હતી. પોસ્ટમાં જણાવાયુ છે કે, આ એક મોટી ન્યુક્લિયર પાવર્ડ ફ્લાઈંગ હોટેલ છે, તે પૃથ્વી પર નહીં રહે પરંતુ આકાશમાં ઉડશે. ન્યુક્લિયર પાવર્ડ એટલે કે આ હોટલ ગેસ કે ડીઝલ-પેટ્રોલ પર નહીં પરંતુ એટમ ફ્યુઅલ પર ચાલશે. તેની અન્ય વિશેષતાઓની વાત કરીએ તો તેમાં લગભગ 5 હજાર લોકો રહી શકશે. આ ભવ્ય હોટલમાં જિમ, સ્વિમિંગ પૂલ, ગેમ ઝોન અને કોન્ફરન્સ હોલ પણ હશે.
આ ફ્લાઈંગ હોટલમાં 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ હશે. જેમાં શોપિંગ મોલની સાથે રેસ્ટોરન્ટ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત આ હોટલમાં કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવશે. આ હોટલની ખાસ વાત એ છે કે તેનું સમારકામ અને જાળવણી હવામાં જ થઈ શકે છે. આ હોટેલ પેટ્રોલ, ડીઝલ કે ગેસ પર નહીં પરંતુ એટમ ફ્યુઅલ પર ચાલશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech