વિશ્વમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા ફેલાવવા માટે આલિંગન એટલે કે હગ ખૂબ જ સારું રહે છે. ભારતીય લોકો એકબીજાને ગળે લગાવીને તેમનો પ્રેમ અને લાગણી દર્શાવે છે. આ સ્થિતિમાં કોઈને ગળે લગાવવા બદલ જેલ થઈ શકે?
જ્યારે કોઈ વ્યક્તિ સમેવાળી વ્યક્તિની સંમતિ વિના કોઈને ગળે લગાવે છે, તો તેને સજા થઈ શકે છે. આવું જ કંઈક અલ્જેરિયાના એક વ્લોગર સાથે થયું, જે સકારાત્મકતા ફેલાવવા માટે રસ્તા પર લોકોને ગળે લગાવતો હતો. તે અલગ વાત છે કે તે પોતે જ તેના માટે જ એક સમસ્યા બની ગયો.
અહેવાલ મુજબ મોહમ્મદ રામઝી નામના અલ્જેરિયાના વ્લોગરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં, તે એક લોકપ્રિય યુરોપિયન વ્લોગરની નકલ કરી રહ્યો હતો અને રસ્તા પર લોકોને ગળે લગાવી રહ્યો હતો. તે રૂઢિચુસ્ત સમાજમાં આવું કરતો હોવાથી લોકોને તે બિલકુલ પસંદ નહોતું. આ ચર્ચા અને ટીકાનો વિષય બની ગયો અને મોહમ્મદની માફી પણ તેમને કોર્ટની મુશ્કેલીમાં ફસાવવાથી રોકી શકી નહીં.
ગયા વર્ષે, મામલો અલ્જેરિયાની ન્યાયિક પરિષદમાં પહોંચ્યો ત્યારે વકીલોએ તેની વર્તણૂકને અભદ્ર ગણાવી અને વીડિયોમાં શોર્ટ સ્કર્ટ અને ટેટૂમાં જોવા મળતી છોકરીઓનો પણ ઉલ્લેખ કર્યો. આવી સ્થિતિમાં કોર્ટે તેને બે મહિના માટે જેલમાં મોકલવા અને 30 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech