વર્ષ 2023માં રૂપેરી પડદે રિલીઝ થયેલી ફિલ્મોએ દર્શકોને મનોરંજનનો ભરપૂર ડોઝ આપ્યો હતો. ત્યારે વર્ષ 2024ના પ્રથમ શુક્રવારે એક પણ નવી ફિલ્મ રિલીઝ થઇ ન હતી. પરંતુ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. જીહા, લાંબા સસ્પેન્સ બાદ આખરે અક્ષય કુમારે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.
અક્ષય કુમારે 'બડે મિયાં છોટે મિયાં'ની રિલીઝ માટે 2024નો ખૂબ જ ખાસ દિવસ પસંદ કર્યો છે. જે જાણીને ચાહકોના ચહેરા પર ચમક આવી જશે. આપને જણાવી દઇએ કે અક્ષય કુમારની મોટાભાગની ફિલ્મો તહેવારોના સમયગાળામાં રિલીઝ થતી હોય છે. કારણ કે ફેસ્ટિવલ સમયનો લાભ મળી રહેતા ફિલ્મ હિટ જાય અને બોક્સઓફિસ પર સારી કમાણી કરે. ત્યારે અભિનેતા અક્ષય કુમારે 'બડે મિયાં છોટે મિયાં' માટે પણ એક મોટો તહેવાર પસંદ કર્યો છે.
અક્ષય કુમારે 10 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર 'બડે મિયાં છોટે મિયાં'નો લુક શેર કર્યો હતો. આ સાથે તેણે કહ્યું કે હવે ફિલ્મ રિલીઝ થવામાં માત્ર ત્રણ મહિના બાકી છે. આ સાથે અભિનેતાએ એમ પણ સ્પષ્ટતા કરી કે 'બડે મિયાં છોટે મિયાં' આ વર્ષે ઈદ પર રિલીઝ થઈ રહી છે એટલે કે આ ફિલ્મ 10 એપ્રિલ 2024ના રોજ સિનેમાઘરોમાં દર્શકોને મનોરંજન આપવા આવશે.
'બડે મિયાં છોટે મિયાં' ફિલ્મને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ વાસુ ભગનાની અને જેકી ભગનાનીના પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની મસ્તી સાથે ફુલ ઓન એક્શન જોવા મળશે. 'બડે મિયાં છોટે મિયાં'ના ઘણા સ્ટંટ દ્રશ્યો હોલીવુડના એક્શન નિષ્ણાતોની ટીમ સાથે શૂટ કરવામાં આવ્યા છે. સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની સાથે સોનાક્ષી સિન્હા, માનુષી છિલ્લર અને અલાયા એફ પણ ફિલ્મનો એક ભાગ છે. જ્યારે સાઉથ એક્ટર પૃથ્વીરાજ સુકુમારન ફિલ્મમાં વિલન બન્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech