તમિલ સુપરસ્ટાર 'ધનુષ' તેની દમદાર એક્ટિંગ માટે જાણીતો છે. અભિનેતા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'D-51' માટે ચર્ચામાં છે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત જુલાઈ 2023માં કરવામાં આવી હતી. પણ હવે નિર્માતાઓએ આજે ગુરુવારે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મના નિર્માતાઓએ મુહૂર્ત કાર્યક્રમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં ધનુષ ઉપરાંત દિગ્દર્શક પણ જોવા મળે છે.
ધનુષની ફિલ્મ 'D51'નું શૂટિંગ ગુરુવારથી શરૂ થઈ ગયું છે. નિર્માતાઓએ શ્રી વેંકટેશ્વર સિનેમા પ્રોડક્શન તરફથી મુહૂર્ત સમારંભની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. દિગ્દર્શક અને અન્ય લોકો સાથે મુખ્ય અભિનેતા ધનુષે ફંક્શનમાં હાજરી આપી અને શૂટિંગ શરૂ કર્યું હતું.
ફિલ્મના અપડેટ અંગે માહિતી આપવા સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી લખ્યું હતું કે, 'એક બ્લોકબસ્ટર સફર જે રાષ્ટ્ર સાથે ગુંજી ઉઠશે, પૂજા સમારોહ સાથે એક મહત્વપૂર્ણ શેડ્યૂલનું શૂટિંગ શરૂ થયું છે.' ફિલ્મ 'D-51'માં અભિનેતા ધનુષ લીડ રોલમાં જોવા મળશે. અભિનેતા સિવાય નાગાર્જુન અક્કીનેની અને રશ્મિકા મંદન્ના પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે.
ફિલ્મ 'D-51'નું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શેખર કમુલા કરશે. આ સાથે એમ પણ જાણવા મળ્યું છે કે, આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. રિપોર્ટ્સનું માનીએ તો મેકર્સ આ ફિલ્મને આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોઢાણા ગામે એકલવાયા જીવનથી કંટાળી જઇને વૃદ્ધે કર્યો આપઘાત
June 11, 2025 02:32 PMપોરબંદરમાં મચ્છર મારવાની ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત
June 11, 2025 02:31 PM‘ધબાય નમ:’ થશે તો મનપાનું તંત્ર જવાબદારી સ્વીકારશે?
June 11, 2025 02:30 PMપોરબંદર જિલ્લાની ત્રણેય આઈ.ટી.આઈ.માં ફોર્મ ભરવાની કાર્યવાહી થઈ શ
June 11, 2025 02:29 PMપોરબંદર જિલ્લાના ત્રણે તાલુકાના શક્તિ કેન્દ્રના સંયોજકો માટેની યોજાઇ બેઠક
June 11, 2025 02:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech