રિયાલિટી શો બિગ બોસની ગ્રાન્ડ ફિનાલે હવે ટૂંક સમયમાં જ યોજાવાની છે. ત્યારે દરેક સીઝનની માફક આ સીઝન પણ તેના વિવાદો અને ઝઘડાઓ માટે યાદ કરવામાં આવશે. આ શોમાંથી વિકી જૈન બહાર થઈ ગયો છે. આ સાથે 'બિગ બોસ 17'ને પણ તેના ટોપ ફાઈવ સ્પર્ધકો મળી ગયા છે. જેમાં પ્રિયંકાની નાની બહેન મન્નરા ચોપરાએ પણ અંકિતા લોખંડે, અરુણ માશેટ્ટી, મુનાવર ફારૂકી અને અભિષેક કુમાર સાથે 'બિગ બોસ 17'ના ટોપ ફાઈવમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. 'બિગ બોસ'ના છેલ્લા એપિસોડમાં મન્નરા રડતી જોવા મળી હતી. મન્નરાને આ રીતે તૂટતી જોઈને તેની બહેન અભિનેત્રી પ્રિયંકા ચોપરા હવે તેને પ્રોત્સાહિત કરતી જોવા મળે છે.
'બિગ બોસ 17'માં મન્નરા ચોપરાની સફર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. શોની શરૂઆતમાં મન્નરાની મુન્નાવર સાથે મિત્રતા થઈ હતી પરંતુ પરસ્પર ગેરસમજને કારણે તેમની મિત્રતા તૂટી ગઈ હતી. ત્યારબાદ મન્નરાએ વિકી જૈન સાથે મિત્ર કરી તો અંકિતાની નારાજગી વહોરવી પડી. એટલું જ નહીં 'બિગ બોસ 17'ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ મન્નરાને પ્રેસના આકરા સવાલોનો સામનો કરવો પડ્યો હતો. મન્નરા આ બધી બાબતોથી ખૂબ જ દુઃખી થઇ હતી.
હવે બિગ બોસના છેલ્લા એપિસોડમાં મન્નરા ચોપરા રડતી જોવા મળી હતી. મન્નરા રડતી રડતી શોના અન્ય સ્પર્ધક અરુણને કહી રહી હતી કે તેને બિલકુલ પણ સારું નથી લાગતું. તે બિગ બોસના ઘરમાં રહેવા નથી ઇચ્છતી. તેને ઘેર જવું છે. આમ, મનથી ભાંગી પડેલી મન્નરાની વ્હારે તેની બહેન પ્રિયંકા ચોપરા આવી છે. જીહા, બોલિવૂડ સુપરસ્ટાર પ્રિયંકા ચોપરાએ મન્નરાની હિંમત વધારી છે. પ્રિયંકાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી મન્નરાની સુંદર તસવીર શેર કરી હતી. સાથે જ તેણે મન્નરામાં આત્મવિશ્વાસ જગાડવા એમ પણ લખ્યું હતું કે અન્ય બાબતો પર ધ્યાન ન આપવું, સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરી માત્ર જીતવા પર ધ્યાન કેન્દ્રીત કરવું. આમ, મન્નરાએ બિગ બોસના ટોપ ફાઇવ સ્પર્ધકોમાં તેનું સ્થાન બનાવ્યું છે અને હવે ટૂંક સમયમાં ગ્રાન્ડ ફિનાલે યોજાવાની છે ત્યારે અણીના સમયે માનસિક રીતે ભાંગી ગયેલી મન્નરાની વ્હારે તેની મોટી બહેન પ્રિયંકા ચોપરા આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડના યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી : જામનગરના બે શખ્સ સામે ફરીયાદ
June 09, 2025 01:21 PMજામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ: સઘન વાહન ચેકિંગ
June 09, 2025 01:15 PMજામજોધપુર-લાલપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ લોકોના પ્રશ્ર્ને કરી મુખ્યમંત્રીને રજુઆત
June 09, 2025 12:59 PMઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech