દરેક વ્યક્તિ એવી કંપનીમાં કામ કરવા માંગે છે જ્યાં તેને તમામ પ્રકારની સુવિધાઓ અને યોગ્ય પગાર મળે અને સૌથી મહત્વની વાત એ છે કે બોસ સારો હોવો જોઈએ, કારણ કે જો બોસ સારો નહીં હોય તો ઓફિસનું વાતાવરણ ખરાબ થઈ જાય છે અને આવી સ્થિતિમાં, કર્મચારીઓ માટે ત્યાં કામ કરવું મુશ્કેલ બની જાય છે. બોસ અને કર્મચારીઓ વચ્ચેની દલીલો અથવા ઝઘડાથી સંબંધિત વાર્તાઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આજકાલ ચીનમાં આને લગતો એક અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે.
અહીંના યુવા કર્મચારીઓએ તેમના બોસ, કલીગસ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ કે જે સેકન્ડ હેન્ડ સામાન વેચે છે અને ખરીદે છે તેના પર વેચાણ માટે નોકરીઓનું લિસ્ટિંગ કરવાનું શરૂ કર્યું છે. અહેવાલ મુજબ, લોકો જિયાન્યુ નામના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તેમની નોકરી અને મેનેજરને વેચી રહ્યા છે. આ પ્લેટફોર્મ ચીનની પ્રખ્યાત ઈ-કોમર્સ કંપની અલીબાબાનું છે, જ્યાં સેકન્ડ હેન્ડ પ્રોડક્ટ્સ વેચાય છે અને ખરીદવામાં આવે છે. ચીનમાં લોકો આવું એટલા માટે કરી રહ્યા છે જેથી તેઓ તેમની નોકરી દરમિયાન કામનો બોજ ઓછો કરી શકે અને પોતાને તણાવમુક્ત બનાવી શકે.
વેબસાઈટ પર ‘અનોઈનગ બોસ’, ‘વર્ક લેસ વર્ક’ અને ‘હેટફૂલ કલીગસ’ની યાદી આપવામાં આવી છે અને તેની કિંમત 4 થી 9 લાખ રૂપિયા રાખવામાં આવી છે. એક યુઝરે જણાવ્યું કે તે પોતાની નોકરી 90 હજાર રૂપિયામાં વેચી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ નોકરીમાં તેમને દર મહિને 30 હજાર રૂપિયા મળે છે અને ખરીદદારો ત્રણ મહિનામાં તેમના રોકાણની રકમ પરત મેળવી શકે છે. તેણે એ પણ જણાવ્યું કે તેણે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પોતાની જોબ લિસ્ટ કરી છે કારણ કે તે સવારે વહેલા ઉઠવા માંગતો નથી.
તેવી જ રીતે, અન્ય યુઝરે 45 હજાર રૂપિયામાં વેચાણ માટે જિયાન્યુ પર તેના કલીગસને લિસ્ટેડ કર્યા છે. નોકરીના કારણે થતા તણાવને દૂર કરવાની આ અનોખી અને મનોરંજક રીતની ચીનમાં ખૂબ ટ્રેન્ડિંગ બની રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech