રિયાલીટી શો બિગ બોસની બધી સિઝન એટલી જ ચર્ચામાં રહી છે. ત્યારે બિગ બોસની આ સિઝન પણ કઇ ઓછી ચર્ચામાં નથી રહી. સ્પર્ધકોના લડાઇ ઝઘડાએ મામલો ખૂબ જ ગરમાવ્યો છે. ત્યારે બિગ બોસ 17ના સ્પર્ધકો અભિષેક કુમાર અને સમર્થ જુરેલ વચ્ચેની લડાઈ ટોક ધ ટાઉન બની ગઇ છે. એટલું જ નહીં ઈશા માલવીયા અને સમર્થે ઘરની અંદર અભિષેક સામે મોરચો ખોલ્યો છે. આ દરમિયાન બોલિવૂડના કલાકાર રિતેશ દેશમુખ અભિષેકના સમર્થનમાં આવ્યા છે.
બિગ બોસના ઘરમાં ચાલી રહેલા ઝઘડા માટે અભિનેતા રિતેશ દેશમુખે અભિષેક કુમારને તેમનું સમર્થન પાઠવી પ્રતિક્રિયા આપી છે. આ માટે રિતેશ દેશમુખે ટ્વીટ પણ કર્યું છે. આ ટ્વીટમાં રિતેશે લખ્યું છે - "અભિષેક માટે દિલ દુખે છે." આમ, રિતેશ દેશમુખે બિગ બોસના સ્પર્ધક અભિષેકની તરફેણ કરતી ટ્વીટ કરી છે.
આપને જણાવી દઇએ કે, સલમાન ખાનના શો બિગ બોસ 17ના સૌથી મજબૂત સ્પર્ધકોમાં અભિષેક કુમારનું નામ પણ સામેલ છે. છેલ્લા કેટલાક દિવસોથી શોમાં જોવા મળી રહ્યું છે કે ઘરના અન્ય સભ્યો ઈશા માલવીયા અને સમર્થ જુરેલે અભિષેક સામે પોક કરવાની રણનીતિ અપનાવી છે. જેના કારણે અભિષેક ખૂબ જ પરેશાન અને નિરાશ જોવા મળ્યો. પરંતુ સ્થિતિ એવી છે કે તાજેતરના એપિસોડમાં અભિષેક પોતાનો ગુસ્સો ગુમાવતો અને સમર્થને થપ્પડ મારતો જોવા મળશે.
અભિષેકે તોડ્યા બિગ બોસના નિયમો
અભિષેક કુમારે સમર્થ જુરેલને થપ્પડ મારીને બિગ બોસના ઘરના સૌથી મોટા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તે જાણીતું છે કે બિગ બોસના નિયમો અનુસાર ઘરનો કોઈ સભ્ય કોઈ પણ સંજોગોમાં બીજા સ્પર્ધકને થપ્પડ મારી શકે નહી. આવી સ્થિતિમાં બિગ બોસ અભિષેક કુમાર સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech