મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય સેવાઓ શ્રેષ્ઠત્તમ બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં ૧૧૧૦ જેટલા બોન્ડેડ તબીબોને મુકવામાં આવ્યાં છે.
રાજ્યની ગ્રામ્ય આરોગ્ય સેવાઓમાં નવનિયુક્ત આ બોન્ડેડ તબીબો બેકબોન સાબિત થશે. આ તમામ બોન્ડેડ તબીબો મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ અદા કરશે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર રાજ્યની ૩૧ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ૧૩૨, ૫૧ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ૧૧૯ , ૨૨૨ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૩૧૦, ૪૯૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૪૩૦ અને રાજ્યની ૫૭ ESIC હોસ્પિટલમાં ૧૧૯ મળીને રાજ્યની ૮૫૬ હોસ્પિટલમાં કુલ ૧૧૧૦ તબીબો ઉપલબ્ધ થયા છે.
તબીબી અધિકારી વર્ગ-૨ ની કુલ ૧૨૭૨ જગ્યાઓ પૈકી ૧૧૧૦ તબીબોને આજે નિમણૂંક આપવામા આવી છે. બાકી રહેતી જગ્યાઓ પણ સત્વરે ભરવામાં આવશે આ તબીબો ઉપલબ્ધ બનતા હવે રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઇ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં વર્ગ-2ના તબીબની ઘટ્ટ નહીવત બનશે અને ગ્રામીણ આરોગ્ય કક્ષાએ આ સેવાઓ વધુ સુલભ બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech