અમેરિકાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના 32 વર્ષીય કાયલ ગોર્ડી અત્યારસુધીમાં 87 બાળકોના પિતા બની ચૂક્યો છે અને 100 બાળકોનો પિતા બનવા માંગે છે. કાયલ ગોર્ડી વિશ્વના સૌથી પ્રખ્યાત સ્પર્મ ડોનર છે. તે કહે છે કે 2026 સુધીમાં દરેક દેશમાં તેનું એક બાળક હશે.
ન્યૂ યોર્ક પોસ્ટ અનુસાર, ગોર્ડી બી પ્રેગ્નન્ટ નાઉ વેબસાઇટ દ્વારા તેમની સેવાઓ મફતમાં આપે છે. તાજેતરમાં જ તેમને જાણવા મળ્યું છે કે, તે આ વર્ષે 100 બાળકોનો પિતા બનવાના ટાર્ગેટને પાર કરશે અને આ ટાર્ગેટને હાંસલ કરવા માટે ચાર પુરુષોના એક વિશિષ્ટ જૂથમાં જોડાશે.
થોડા સમયમાં જ ગોર્ડી સ્વીડન, નોર્વે, ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં ૧૪ બાળકોનો પિતા બનશે. ઇન્સ્ટાગ્રામ પર તેના 3 હજારથી વધુ ફોલોઅર્સ છે અને તે પોતાની સેવાઓ માટે મહિલાઓને આમંત્રણ આપે છે. ગોર્ડી દાવો કરે છે કે તે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાના પોતાના મિશનની ટૂંક સમયમાં જ શરૂઆત કરી રહ્યો છે.
ગોર્ડી કહે છે કે, આ વર્ષે મને દુનિયાભરમાં થોડા સ્થળોએ મુસાફરી કરવાની તક મળશે. હું એવા દેશોમાં જવા માંગુ છું જ્યાં મેં હજુ સુધી સ્પર્મ ડોનેટ કર્યું નથી. જેમાં જાપાન અને આયર્લેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. હું આ દેશોની મહિલાઓના સંપર્કમાં છું. આ કદાચ એવું વર્ષ હશે જ્યારે હું જાપાન, આયર્લેન્ડ અને કોરિયામાં બાળકોનો પિતા બની શકીશ.
ગોર્ડી એવી સ્ત્રીઓને મદદ કરવામાં ગર્વ અનુભવે છે જે વિચારતી હતી કે પોતાનો વંશવેલો આગળ વધારવો અશક્ય છે. હવે તેનો ઉદ્દેશ્ય ટેલિગ્રામના સ્થાપક પાવેલ દુરોવને પાછળ છોડી દેવાનો છે, જેમના ઓછામાં ઓછા 100 જૈવિક બાળકો હોવાના અહેવાલ છે. ગોર્ડી પાસે કોઈ ચોક્કસ ટાર્ગેટ નથી, પરંતુ તેમની સેવાઓની જરૂર ન પડે ત્યાં સુધી સ્પર્મ ડોનેટ કરતા રહેવા મક્કમ છે.
કાયલ ગોર્ડીએ કહ્યું, મને સારું લાગે છે કે મેં આ બધી મહિલાઓને જ્યારે પરિવાર શરૂ કરવાનું શક્ય ન લાગ્યું ત્યારે તેમને મદદ કરી. ગોર્ડી અમેરિકાના પ્રખ્યાત શો '90 ડે ફિયાન્સે'માં પણ જોવા મળી ચૂક્યો છે. આ શોમાં આંતરરાષ્ટ્રીય યુગલોના જીવનની સ્ટોરી બતાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech