ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરીના કિસ્સાઓ ઓછા નથી થઈ રહ્યા.વિવિધ વિસ્તારોમાંથી 30-40 બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો જેને બીએસએફએ નિષ્ફળ બનાવ્યો હતો.જો કે વળતા હુમલામાં એક બીએસએફ જવાનને ઈજા પહોચી હતી.
પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર મોડી રાત્રે 30 થી 40 બાંગ્લાદેશી ઘૂસણખોરોએ સાત અલગ-અલગ સરહદી વિસ્તારોમાંથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. એક કિસ્સામાં, ઘૂસણખોરોના પ્રયાસને નિષ્ફળ બનાવતા બીએસએફના એક જવાન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓને તાજેતરમાં થયેલી ઘૂસણખોરીની મોટી ઘટનાઓમાંની એક માનવામાં આવી રહી છે.બીએસએફ જવાને કહ્યું કે 10-15 બાંગ્લાદેશી ઘૂસણખોરોએ પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર અમુદિયા બોર્ડર ચોકી પાસે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. નાઇટ શિફ્ટમાં અહીં તૈનાત બીએસએફ જવાને તેમને જોયા. સૈનિકે તરત જ તેના સાથી સૈનિકોને રેડિયો સેટ પર એલર્ટ કયર્.િબીએસએફ જવાન ઘુસણખોરોને પકડવા માટે તેમની પાછળ દોડ્યો, જ્યારે ખેતરોમાં છુપાયેલા ત્રણ-ચાર અજાણ્યા હુમલાખોરોએ જવાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સૈનિકે તેમને વિખેરવા માટે સ્ટન ગ્રેનેડ ફેંક્યો.ઘૂસણખોરોએ સૈનિક પર હુમલો કર્યો. ત્યારબાદ જવાને ફાયરિંગ કર્યું અને ઘુસણખોરો અંધારા અને ઊંચા પાકનો લાભ લઈને ભાગી ગયા.
આ વિસ્તારોમાં ઘુસણખોરીના પ્રયાસો સામાન્ય
બાંગ્લાદેશ તરફથી નદિયા જિલ્લાના મલુઆપારા, હલદરપારા, બાનપુર અને મટિયારીમાં પણ ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પશુ દાણચોરોએ મુર્શિદાબાદ જિલ્લાના ચર્મરાશી અને માલદા જિલ્લામાં સાસની સરહદ ચોકી પાસે પણ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. બધા હથિયારોથી સજ્જ હતા. આ ઘટનાઓ પછી, બીએસએફએ બોર્ડર ગાડ્ર્સ બાંગ્લાદેશ સાથે ફ્લેગ મીટિંગ પણ કરી હતી.
નદી, ગટર અને ફેન્સિંગ વગરનો વિસ્તાર સુરક્ષા માટે મોટો પડકાર
વાસ્તવમાં, ભારત-બાંગ્લાદેશ સરહદ દ્વારા પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરીના આ પ્રયાસો પાછળનું કારણ નદીઓ, નાળાઓ અને કેટલીક જગ્યાએ ફેન્સીંગ વિના ફેલાયેલ સરહદી વિસ્તાર છે. અહીંથી ઘૂસણખોરો બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. નિષ્ણાતો કહે છે કે બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસણખોરીની આવી ઘટનાઓ લગભગ દરરોજ બને છે.ઘણી વખત, બીએસએફ સૈનિકોની અછત અને અમુક બિંદુઓ પર ખુલ્લી સરહદોને કારણે, ઘૂસણખોરો તેમના પ્રયાસોમાં સફળ થાય છે. તેમ છતાં વધુ આધુનિક ટેક્નોલોજીની મદદથી ઘૂસણખોરી રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech