જૂનાગઢમાં ગિરનાર રોડ પર ફાયર સ્ટેશન પાસે મનપાની મુખ્ય પાણીની લાઈનના એર વાલ્વ સાથે ખાનગી બસ અથડાતા વાલ્વ તૂટી જતા ૪૦ ફૂટ ઊંચા પાણીનો ફુવારો વછૂટતા દુબડી પ્લોટ સુધી પાણીની નદીઓ વહી હતી. દોઢ કલાક દરમિયાન ૩૦ લાખ લિટર પાણી વહી જતા સમગ્ર વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
જૂનાગઢમાં ફાયર સ્ટેશન પાસે મનપાના મુખ્ય પાણી વિતરણ કરતા એર વાલ્વ લાઇન સાથે ખાનગી બસ અથડાતા લાઇનમાં ભંગાણ થતા વાલ્વ માંથી પાણીના ધોધ વછૂટ્યા હતા.મુખ્ય લાઈનમાંથી ૪૦ ફૂટ ઊંચા પાણીના ફુવારાથી જાણે કે ગંગાજીનું અવતરણ થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.લાઈન તૂટવાના બનાવથી ફાયર સ્ટેશનથી પાંજરાપોળ દુબડી પ્લોટ સુધી પાણી ફરી વળતા ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી.એક થી દોઢ કલાક સુધી વછૂટેલા ધોધમાં અંદાજિત ૩૦ લાખ લીટર પાણી વેડફાઈ ગયું હતું. પાણીના વહેતા ધોધ નિહાળી રસ્તા પર નીકળતા લોકોમાં પણ કુતુહુલ સર્જાઇ હતી.લાખો લીટર પાણી વહી જતા સમગ્ર વિસ્તારમાં ઠંડક ફેલાઈ હતી.
ફાયર સ્ટેશન પાસે આવેલ મનપાની મુખ્ય પાણીની લાઈન માંથી એર વાલ્વ મારફત ઉપરકોટ ખાતે પાણી પહોંચાડવામાં આવતું હતું ત્યારે ગઈકાલે વાલ્વ તૂટવાના બનાવથી મનપાની ટીમમાં પણ દોડધામ થઈ હતી અને તાત્કાલિક વોટર વર્કસ શાખાની ટીમ દ્વારા પાણી બંધ કરાવવા કામગીરી હાથ ધરી હતી.આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળતા ધૂળ અને માટીના ઢગ ફરી વળ્યા હતા. ઉપરકોટ તળાવ માં પાણી પહોંચાડવાની મુખ્ય લાઈન તૂટી જતા તંત્ર માં દોડધામ મચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech