મિત્રો સાથે વેલનેસ આઈકનના રેસ્ટોરન્ટમાં આવેલા યુવકને થયો કડવો અનુભવ
શિલ્પા શેટ્ટીની લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ બાસ્ટિયનના પાર્કિંગમાંથી રૂ. 80 લાખની કિંમતની બીએમડબ્લ્યુ ઝેડ 4ની ચોરી થઈ હતી. પોલીસે આરોપીઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે. દાદર સ્થિત રેસ્ટોરન્ટમાં બનેલી ઘટનાથી લોકો ચોંકી ઉઠ્યા છે.
બોલિવુડ અભિનેત્રી અને વેલનેસ આઈકન શિલ્પા શેટ્ટી કુન્દ્રાની અપસ્કેલ રેસ્ટોરન્ટ બાસ્ટિયન - એટ ધ ટોપ દાદર વેસ્ટમાં કોહિનૂર સ્ક્વેરના 48મા માળે આવેલી છે.ત્યાં એક ચોંકાવનારી ઘટના બની, જેના પછી અભિનેત્રીની રેસ્ટોરન્ટ સમાચારોમાં આવી ગઈ. શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બાસ્ટિયનમાંથી એક કાર ચોરાઈ છે.
આ બીએમડબ્લ્યુ કાર એક વ્યક્તિની હતી જે તેના મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં આવ્યો હતો. કાર બિલ્ડિંગના પાર્કિંગમાંથી રૂ. 80 લાખની કિંમતની લક્ઝુરિયસ ટુ-સીટર કન્વર્ટિબલબીએમડબ્લ્યુ ઝેડ 4ની ચોરી થઈ છે. કારના માલિકને ચોરીની જાણ થતાં જ તેણે તરત જ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.
કારના માલિક, બાંદ્રા સ્થિત બિઝનેસમેન રૂહાન ફિરોઝ ખાન તેના બે મિત્રો સાથે લગભગ 1 વાગ્યે બસ્તિયન પહોંચ્યા અને રેસ્ટોરન્ટમાં કામ કરતા વેલેટને તેની કારની ચાવી આપી. રેસ્ટોરન્ટ બંધ થયા પછી, રુહાને પાર્કિંગ સ્ટાફ પાસેથી તેની કાર પાછી માંગી, પરંતુ કાર ગાયબ હોવાનું જાણીને તે ચોંકી ગયો. બાદમાં સીસીટીવી ફૂટેજમાં પુષ્ટિ થઈ હતી કે અજાણ્યા વ્યક્તિઓએ સવારે 2 વાગ્યાની આસપાસ બીએમડબ્લ્યુ ની ચોરી કરી હતી, જેના પગલે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.
રુહાનની ફરિયાદ બાદ, શિવાજી પાર્ક પોલીસે ભારતીય ન્યાયિક સંહિતા 2023ની કલમ 303(2) (ચોરી માટે સજા) હેઠળ શકમંદો સામે કેસ નોંધ્યો છે. રુહાનના વકીલ અલી કાશિફ ખાને કહ્યું કે પોલીસ ગુનેગારોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી કુન્દ્રા દાદર પશ્ચિમમાં કોહિનૂર સ્ક્વેરના 48મા માળે સ્થિત એક હાઈ-એન્ડ રેસ્ટોરન્ટ બાસ્ટિયન – એટ ધ ટોપની માલિક છે. માલિકે તેની કારની કિંમત 80 લાખ રૂપિયા જણાવી છે.
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ 1993માં શાહરૂખ ખાન અને કાજોલ સાથેની થ્રિલર ફિલ્મ 'બાઝીગર'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે હિન્દી સિનેમામાં 'ધડકન', 'ફિર મિલેંગે' જેવી હિટ ફિલ્મોથી પ્રખ્યાત થઈ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech