પોલીસે કબજે કરેલી અલ્ટો કાર અને ટ્રક ની કેબિન તથા અન્ય કચરો પણ સળગ્યો: ફાયરે આગ બુજાવી
જામનગરમાં એસ.પી. કચેરી ની પાછળ પોલીસ તંત્ર દ્વારા કબજે કરવામાં આવેલા વાહનોના ભંગારના જથ્થામાં સાંજના સમયે અકસ્માતે આગ લાગી હતી, અને ફાયર બ્રિગેડની ટુકડીએ આગને કાબુમાં લીધી હતી. એક જૂની ભંગાર કાર તથા એક ટ્રક ની કેબીન તથા અન્ય ભંગાર સળગ્યો હતો. જે આગને ફાયરે આગ ને કાબુમાં લીધી છે.
આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એસ.પી. કચેરીના પાછળના ભાગમાં પોલીસ તંત્ર દ્વારા અગાઉ કબજે કરેલા અથવા તો ડીટેઇન કરાયેલા વાહનો સહિતના ભંગારના જથ્થામાં સાંજના સમયે અકસ્માતે આગ લાગી હતી.
જે આગના કારણે કંડમ હાલતમાં પડેલી એક અલ્ટો કાર તથા એક ટ્રકની ખાલી કેબીન કે જે ભંગાર અવસ્થામાં હતી, જે આગની લપેટમાં આવી હતી. તેમજ અન્ય વાહનનો ભંગાર કચરો વગેરે સળગ્યા હતા.
જે ઘટનાની જાણ થવાથી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લીધી હતી. ભંગારના કચરામાં તણખો પડવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech